મુખ્ય સમાચાર
News of Saturday, 8th September 2018

૧૬મીથી ઉત્તરાખંડના ચૌબટિયામાં ભારત અને અમેરિકાની સેનાઓ વાર્ષિક યુદ્ધ અભ્યાસમાં જોડાશે

નવી દિલ્હીઃ ભારત અને અમેરિકાના સંબંધ સતત મજબૂત થઈ રહ્યા છે. નવી દિલ્હીમાં ટોચના સ્તર પર થયેલી 2+2 વાર્તા દરમિયાન બંને દેશો હવે સંયુક્ત યુદ્ધાભ્યાસની તૈયારીમાં લાગી ચૂક્યા છે. 16થી 29 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તરાખંડના ચૌબટિયામાં ભારત અને અમેરિકાની સેનાઓ વાર્ષિક યુદ્ધાભ્યાસમાં શામેલ થશે. તમને જણાવી દઈએ કે બંને દેશ દ્વીપક્ષીય સૈન્ય અભ્યાસમાં ભાગ લઈ શકે છે. ખાસ વાત છે કે વર્ષના યુદ્ધાભ્યાસને અપગ્રેડ કરીને બટાલિયન સ્તરની ફીલ્ડ ટ્રેનિંગ એક્સર્સાઈઝ અને એક ડિવિઝન સ્તરની કમાન્ડ પોસ્ટ એક્સરસાઈઝ કરી દેવામાં આવશે.

એક અધિકારીએ જણાવ્યું, વર્ષે યુદ્ધાભ્યાસમાં દરેક પક્ષ તરફથી લગભગ 350 સૈનિકો શામેલ થશે જ્યારે પહેલા લગભગ 200 સૈનિકો શામેલ થતા હતા. સૈન્ય ઓફિસરે કહ્યું કે અમે મહત્વપૂર્ણ અભ્યાસ માટે 15 ગઢવાલ રાઈફલ્સને ઉતારીશું, જેનું ફોકસ આતંક વિરોધી અભિયાન પર હશે. પાછલા વર્ષે સંયુક્ત યુદ્ધાભ્યાસ અમેરિકામાં લુઈસ-મેકોર્ડ જોઈન્ટ બેસ પર થયો હતો.

ભારત અને અમેરિકાએ આગામી વર્ષે દેશના પૂર્વી તટ પર પોતાની પહેલી મેગા ટ્રાઈ-સર્વિસ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો છે. માત્ર બીજી વાર હશે જ્યારે ભારત પોતાની સેના, નૌસેના અને વાયુસેનાના સંસાધનો અને મેનપાવરને કોઈ અન્ય દેશ સાથે યુદ્ધાભ્યાસ માટે તૈનાત કરશે. પહેલા ભારતે રશિયા સાથે પાછલા વર્ષે વ્લાદિવોસ્તોકમાં આવો યુદ્ધાભ્યાસ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે 1960ના દશકામાં રશિયા ભારતનુ પ્રમુખ ડિફેન્સ સપ્લાયર રહ્યું છે પરંતુ બંને દેશોની સેનાઓ એકસાથે અભ્યાસ ઓછો કર્યો છે. તેની વિરુદ્ધ ભારત અને અમેરિકા દરવર્ષે વોરગેમમાં શામેલ થાય છે, જેમાં જાપાન સાથે મળીને માલાબાર અને વજ્ર પ્રહાર, યુદ્ધ અભ્યાસ ડ્રિલ્સ છે. તો અમેરિકા ભારતના સૌથી મોટા ડિફેન્સ સપ્લાયર્સમાંથી એક બનીને સામે આવ્યું છે. 2007થી અત્યાર સુધી તેની સાથે 17 અબજ ડોલરની ડીફેન્સ ડીલ ફાઈનલ કરાઈ ચૂકી છે.

(5:26 pm IST)