મુખ્ય સમાચાર
News of Saturday, 8th September 2018

હવે મોબાઇલ ઓપરેટરની જેમ વીજળી કંપની પણ બદલી શકાશે

નવી દિલ્હી વીજળી મંત્રાલયે વિદ્યુત બિલ ર૦૦૩માં સંશોધનનો નવો ડ્રાફટ જારી કર્યો છે. તેમાં ટેલિકોમની જેમ ગ્રાહકોનેે વીજળી સપ્લાય કરનારી કંપનીઓનો વિકલ્પની જોગવાઇ છે. કોઇપણ વિસ્તારમાં વીજળી સપ્લાય કરનારી એકથી વધુ કંપની હશે. ગ્રાહક ઇચ્છે તે કંપની પાસેથી વીજળી લઇ શકશે.

ડ્રાફટ પર સરકારી વિભાગો, રેગ્યુલેટર સંબંધિત સરકારી કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનો પાસે ૪પ દિવસમાં સલાહ માગવામાં આવી છે. આ બિલ ૧૯ ડિસેમ્બર ર૦૧૪ના રોજ લોકસભામાં રજૂ કરાયું હતું. ત્યાર બાદ તેને સંસદની સ્થાયી સમિતિને મોકલી દેવામાં આવ્યું હતું. સમિતિએ સપ્ટેમ્બર ર૦૧પમાં રિપોર્ટ સોંપ્યો હતો.(૨૧.૨૪)

(3:45 pm IST)