મુખ્ય સમાચાર
News of Monday, 8th August 2022

જો અમારી પાસે દેશ માટે ભાવના હોય, વાત કહેવાની કલા હોય, ભાષાની વિવિધતામાં આસ્‍થા હોય તો ભાષા ક્ષેત્રે ક્‍યારેય દિવાલ બનતા નથીઃ વેંકૈયા નાયડુએ તે સિદ્ધ કર્યુઃ નરેન્‍દ્રભાઇ મોદી

ઉપરાષ્‍ટ્રપતિના વિદાય સમારંભમાં વડાપ્રધાને કામગીરી બિરદાવી

નવી દિલ્‍હીઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ઉપરાષ્‍ટ્રપતિ વેંકૈયા નાયડુની કામગીરીને બિરદાવી હતી.

ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેકૈયા નાયડૂને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના નેતાઓની હાજરીમાં રાજ્યસભા એટલે કે ઉચ્ચ સદનમાંથી વિદાય આપવામાં આવી રહી છે. નાયડૂ બુધવારે પદ છોડી દેશે અને જગદીપ ધનખડ 11 ઓગસ્ટે પદ અને ગોપનીયતાના શપથ લેશે. આ સિવાય મોંઘવારીના મુદ્દે ફરી એક વખત વિપક્ષ હંગામો કરી શકે છે.

પીએમ મોદીએ કહ્યુ કે, જો અમારી પાસે દેશ માટે ભાવના હોય, વાત કહેવાની કલા હોય, ભાષાની વિવિધતામાં આસ્થા હોય તો ભાષા, ક્ષેત્ર અમારી માટે ક્યારેય દિવાલ નથી બનતા આ તમે (વેકૈયા નાયડૂ)એ સિદ્ધ કર્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે તમારો આ જુસ્સો અને લગન અમે લોકોએ નિરંતર જોઇ છે. હું દરેક માનનીય સાંસદ અને દેશના દરેક યુવાને કહેવા માંગીશ કે તે સમાજ, દેશ અને લોકતંત્ર વિશે તમારી પાસેથી ઘણુ શીખી શકે છે.

પીએમ મોદીએ કહ્યુ કે ઉપ રાષ્ટ્રપતિ અને સદનના સભાપતિના રૂપમાં તમારી ગરીમા અને નિષ્ઠા, મે તમને અલગ અલગ જવાબદારીમાં લગનથી કામ કરતા જોયા છે. તમે ક્યારેય પણ કોઇ કામને ભાર નથી માન્યો, તમે દરેક કામમાં નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે.પીએમ મોદીએ કહ્યુ કે વ્યક્તિગત રીતે મારૂ આ સૌભાગ્ય રહ્યુ છે કે મે નજીકથી તમને અલગ અલગ ભૂમિકામાં જોયા છે. તમારી ઘણી ભૂમિકા એવી રહી છે, જેમાં તમારી સાથે ખભાથી ખભો મિલાવીને કામ કરવાનું મને સૌભાગ્ય મળ્યુ છે.

નાયડૂની વિદાય પર પીએમ મોદીએ કહ્યુ કે અનેક વખત તમે કહેતા રહો છો કે હું રાજનીતિથી રિટાયર થયો છુ પરંતુ સાર્વજનિક જીવનથી થાક્યો નથી. તમારા અનુભવોનો લાભ ભવિષ્યમાં દેશને મળતો રહેસે. અમારા જેવા અનેક સાર્વજનિક જીવનના કાર્યકર્તાઓને પણ મળતો રહેશે. પીએમ મોદીએ કહ્યુ કે અમે આ વખતે એવો સ્વતંત્રતા દિવસ મનાવવા જઇ રહ્યા છીએ જ્યારે દેશના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, અધ્યક્ષ અને વડાપ્રધાન તમામ લોકો છે જે સ્વતંત્ર ભારતમાં પેદા થયા હતા અને આ તમામ ઘણા સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવે છે. મને લાગે છે કે તેનું પ્રતીકાત્મક મહત્વ છે.

(6:12 pm IST)