મુખ્ય સમાચાર
News of Thursday, 8th August 2019

સૌરાષ્ટ્રમાં આજે મોડીરાત્રીથી વરસાદ ચાલુ થઇ જશેઃ આવતીકાલ સવારથી સાંજ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ થઇ જશેઃ મેઘરાજાનું જોર વધતું જશેઃ અમુક વિસ્તારોમાં વડોદરાવાળીઃ દક્ષીણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ભુક્કા બોલાવશેઃ કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી

રાજકોટઃ વેધરની  એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે આજથી ગુજરાતના ભાગોમાં વરસાદ ચાલુ થઇ જશે ધીમી ધીમે વરસાદ આજે મોડી રાત્રીથી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલુ થઇ જશે આવતીકાલ સવારથી સાંજ સુધીમાં સૌરાષ્ટ્રમાં વરસાદ ચાલુ થઇ જશે.

સૌરાષ્ટ્રમાં સાંજ પછી પણ વરસાદનું જોર ક્રમશઃ વધતું જશે આવતીકાલે સવારથી વરસાદના વિસ્તાર અને વરસાદની માત્રામાં ક્રમશઃ વધારો થતો જશે.

સૌરાષ્ટ્રમાં તીવ્ર  પવન અને ભારે અતિભારેથી અતિભારે વરસાદ પડશે પાક અને પાણીનું ચિત્ર બદલાય જશે. અવિરત વરસાદથી અમુક વિસ્તારોમાં આપત્તી બની શકે તાજેતરમાં વડોદરા તેમજ અમરેલી બાદ ટંકારા પાણી પાણી થઇ ગયેલ તેવી ધારાથી સમગ્ર વિસ્તારની યાદ કરાવે તેવી શકયતા છે. તા.૧૧મી ઓગસ્ટ સવાર સુધી વરસાદનો માહોલ જળવાય રહેશે.

દક્ષીણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ભુક્કા બોલાવશે કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.

(8:03 pm IST)