મુખ્ય સમાચાર
News of Wednesday, 8th August 2018

ઘરકામ કરતી મહિલાઓનો રોજગારીનાં આંકડામાં થશે સમાવેશ

સરકારે લીધો એક મોટો નિર્ણય

નવીદિલ્હી, તા.૮:  કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્યરકામ કરતી મહિલાઓનો પણ રોજગારીનાં આંકડામાં સમાવેશ કરવા જઇ રહી છે. તેનાં માટે ડેટા તૈયાર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. નેશનલ સેમ્પલ સર્વેનાં એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. સરકાર દ્વારા જે ડેટા તૈયાર કરવામાં આવ્યો છે તેનાં જૂન ૨૦૨૦ સુધી જાહેર કરવાની યોજના છે.

ભારતે પોતાની નોકરીઓનાં આંકડાને દુરસ્ત કરવા માટે અનપેડ મહિલાઓનાં કામને પણ રોજગારની રીતે માનવાની તૈયારીમાં છે. ખાસ રીતે જોઇએ તો મહિલાઓ તરફથી કરવામાં આવતા ઘરેલુ કામોની મેપિંગ કરવામાં આવશે.

નેશનલ સૈંપલ સર્વે ઓફિસનાં મહાનિર્દેશક દેબી પ્રસાદ મંડળે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે સરકારે જાન્યુઆરીથી એક વર્ષ સુધી આવું સર્વે કરાવવાની યોજના બનાવી છે. આમાં હકીકત જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે ઘરેલૂ મહિલાઓ કેવી રીતે પોતાનો સમય ઘરમાં ઘરમાં વિતાવે છે.

બ્લૂમબર્ગનાં રિપોર્ટને અનુસાર આ સર્વેનાં પરિણામોને જૂન ૨૦૨૦માં રિલીઝ કરવામાં આવશે અને દર ત્રણ વર્ષમાં એક વાર આવો સર્વે કરવામાં આવશે. મંડળે કહ્યું, આનાંથી અમે એવું જાણી શકશું કે મહિલાઓ કુકિંગ અને કપડાં ધોવા જેવા કામોમાં કેટલો સમય આપે છે.ઙ્ખ આ પરિણામોથી પોલિસીમેકર્સને આ જાણવામાં મદદ મળશે કે ઇકોનોમીમાં રોજગારની શું સ્થિતિ છે અને વેલફેયર પ્રોગ્રામ્સ કેવી રીતે ચલાવવામાં આવશે.(૨૨.૨)

(10:33 am IST)