મુખ્ય સમાચાર
News of Wednesday, 8th August 2018

પાકિસ્‍તાની લેફ. કર્નલ મહમુદ માલ્હીના કોમ્‍પ્‍યુટર દ્વારા રેફરેન્‍ડમ ૨૦૨૦ની લઇને વિસ્તૃત રોડમેપ તૈયાર કરાયોઃ ભારતીય ખુફીયા અેજન્સી દ્વારા માહિતી અપાઇઃ કેનેડા, યુરોપમાં થઇ રહેલા આંદોલન પાછળ આ પાકિસ્‍તાની કર્નલનો હાથ હોવાનું ખુલ્યુ

નવી દિલ્હીઃ લેફ્ટિનેન્ટ કર્નલ મહમુદ માલ્હી જેને પાકિસ્તાની સેનામાં ચૌધરી સાહેબ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું મગજ કેનેડા અને કેટલાક યૂરોપીય દેશોમાં ચાલનારા આંદોલન રેફરેન્ડમ 2020ના પાછળ છે. આ આંદોલન મારફતે આ સમુદાય ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે. આ જાણકારી ભારતીય ખુફિયા એજન્સીએ આપી છે. ભારતીય જાસૂસોએ દાવો કર્યો છે કે તેઓએ માલ્હીના કોમ્ય્યુટરથી તે દસ્તાવેજ કાઢ્યા છે જેમાં રેફરેન્ડમ 2020ને લઈ વિસ્તૃત રોડમેપ તૈયાર કરાયો છે.

 

આ રેફરેન્ડમ પાછળ હાલના અમેરિકા બેસ્ડ સિખ ફોર જસ્ટિસ સમૂહે સતત એ વાતને જાળવી રાખી છે, તેમની પહેલ પાછળ કોઈ ભયાવહ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર નથી. તે ફક્ત આંતરરાષ્ટ્રીય સમ્મેલન મારફતે પોતાનો અધિકાર માંગી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે ચૌધરી સાહેબ આઈએસઆઈના લાહોરની સૈન્ય ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે. આ ટુકડી 2015થી પંજાબ-વિશિષ્ટ ગતિવિધિઓને પ્રાયોજિત કરી રહી છે. તેણે છેલ્લા બે વર્ષોથી પંજાબમાં મૃત્યુ પામેલા રાઈટ વિંગના હિન્દુ નેતાઓના મોત પાછળ મહત્વની ભૂમિકા ભજવી છે.
ઉચ્ચ સુત્રોએ આ વાતથી મનાઈ નથી ફરમાવી કે લાહોર સૈન્ય ટુકડીનું ગુરદાસપુરના દીનાનગર શહેરમાં જૂલાઈ 2015 થયેલા આતંકી હુમલામાં અને 2016માં પઠાણકોટ એયરબેસ પર થયેલા ફિદાયીન હુમલામાં કોઈ હાથ ન હતો. લાહોરના વાપડા શહેરના નિવાસી 45 વર્ષના શાહિદ મહમૂદ માલ્હી, તેમની તૈનાતી બલોચ રેજીમેન્ટની 25મી બટાલિયનમાં 12 ઓક્ટોબર 1995મા થઈ હતી. તેને 10 ઓગસ્ટ 2012 પ્રમોશન આપીને લેફ્ટિનેન્ટ કર્નલ બનાવવામાં આવ્યા હતા.
ખુફિયા એજન્સીના દસ્તાવેજો પ્રમાણે તે પહેલા કોસોવામાં મે 2005 વખતે કોસોવામાં યૂએન મિશનનો હિસ્સો રહ્યા છે. તેમનો ભાઈ લેફ્ટિનેન્ટ ખાલિફ મહમૂદ માલ્હી આ સમયે પાકિસ્તાનની સિંધ રેજીમેન્ટમાં છે. માલ્હીએ પોતાના વરિષ્ઠ અધિકારીને મોકલાયેલા એક દસ્તાવેજના અનુસાર તેણે 6 જૂન 2020 રેફરેન્ડમ લોન્ચ કરવાની વાત કરી છે. 2020એ ઓપરેશન બ્લૂસ્ટારની 36મીં વર્ષગાંઠ હશે. આ રેફરેન્ડમનું નેતૃત્વ અમેરિકા બેસ્ડ સંગઠન કરી રહ્યુ છે. 

(12:00 am IST)