મુખ્ય સમાચાર
News of Tuesday, 7th July 2020

મોડી રાત્રે રાજકોટમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ છ કેસ પોઝીટીવ : એક જ દિવસમાં 33 કેસ : વધુ ચાર લોકોના મોત સાથે આજે કુલ 12 લોકો અવસાન પામ્યા : ભારે ફફડાટ

શાન્તિનિકેતનપાર્ક-3, પુષ્કરધામ -6, જાગનાથ પ્લોટ, વર્ધમાનનગર અને શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં કોરોના ઘુસ્યો : શહેરનો પોઝિટિવ કેસનો આંકડો 278 એ પહોંચ્યો

રાજકોટ : રાજકોટમાં કોરોનાએ કાળોકહેર વર્તાવ્યો છે આજે એક જ દિવસમાં સવારે 27 કેસ નોંધાયા બાદ રાત્રે વધુ 6 કેસ પોઝિટિવ આવતા ભારે ફફડાટ ફેલાયો છે આજે એક જ દિવસમાં કોરોનાના 33 કેસ નોંધાયા છે અને વધુ ચાર લોકોના મૃત્યુ થયા છે વધુ ચાર લોકોના મોત સાથે આજે કુલ 12 લોકો અવસાન પામ્યા છે 

 આજે રાત્રે નોંધાયેલ કોરોના કેસમાં ઇલાબેન દિલીપભાઈ ચાવડા (૫૫/સ્ત્રી) ( રહે, બ્લોક નં. ૧૧૯, શાંતિનિકેતન પાર્ક-૩, પરસાણા નગર શેરી નં. ૧૬, અયપ્પા મંદિર પાસે, જામનગર રોડ, રાજકોટ.)  હંસાબેન પ્રકાશભાઈ માંધ (૩૩/સ્ત્રી)
( રહે, મોમાઈ કૃપા, બ્લોક નં. ૨૧૩, પુષ્કર ધામ-૬, યુનિવર્સીટી રોડ, રાજકોટ.)  તેજલબેન ભાવિનભાઈ પાટડીયા (૨૯/સ્ત્રી) ( રહે, કસ્તુરી, ૧૩/૧૪, જાગનાથ પ્લોટ, ડો યાજ્ઞિક રોડ, રાજકોટ) દિપકકુમાર ભૂપતરાય માથુકિયા (૫૨/પુરુષ)
સરનામું : આદિનાથ, વર્ધમાન નગર શેરી નં.-૯, પેલેસ રોડ, રાજકોટ. (૫) પ્રકાશભાઈ લોઢીયા (૬૫/પુરુષ) ( રહે, ૨૦૧, સંકલ્પ એપાર્ટમેન્ટ, ૨-જાગનાથ પ્લોટ, ડો યાજ્ઞિક રોડ, રાજકોટ) અને  બિપીનભાઈ પિત્રોડા (૩૩/પુરુષ) ( રહે, ઈ-૩૦૭, શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, સનરાઈઝ સ્કુલ પાસે, રાજકોટ) ને કોરોના રિપોર્ટ પીઝોટિવ આવ્યો છે  શહેરનો પોઝિટિવ કેસનો આંકડો  278 એ પહોંચ્યો

  આજે શહેરમાં વધુ ચાર લોકોનો કોરોનાએ ભોગ લીધો છે  ધીરુભાઈ ચુડાસમા ( ઉ,વ,65 ) (રહે, રાજકોટ ) રમણીકભાઇ પિત્રોડા (ઉ,વ, 48 ) ( રહે, મોરબી ) ભુખુભાઇ શામજીભાઈ ( ઉ,વ,60 ( રહે, જેતપુર ) સુરજીત રોય ( ઉ,વ,29 ) ( રહે, સુરેન્દ્રનગર ) રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો છે

(12:54 am IST)