News of Wednesday, 7th June 2023
ઉત્તર અફઘાનિસ્તાનમાં મિનિબસ ખીણમાં ખાબકી : 9 બાળકો સહિત 25 લોકોના મોત
મિનિબસમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત
ઉત્તર અફઘાનિસ્તાનમાં એક મિનિબસ દુર્ઘટનાગ્રસ્ત થતાં નવ બાળકો અને 12 મહિલાઓ સહિત કુલ 25 લોકોનાં મોત થયાં હતાં. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, સર-એ-પુલ પ્રાંતના ઉબડખાબડ રસ્તાઓવાળા પહાડી વિસ્તારમાં જ્યારે મિનિબસમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક પોલીસ કમાન્ડરના પ્રવક્તા દીન મોહમ્મદ નઝારીએ અકસ્માત માટે મિનિબસ ડ્રાઇવરને જવાબદાર ગણાવ્યો હતો.ડ્રાઇવરની બેદરકારીને કારણે મિનિબસ ઊંડી ખીણમાં પડી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
(12:41 am IST)