મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

બિહારના મુઝફ્ફરપુરમાં શંકાસ્પદ બીમારીથી 14 બાળકોના કરૂણમોત મોત : 38 દર્દીઓ દાખલ :24ની હાલત ગંભીર

 

બિહારના મુઝફ્ફરપુરમાં એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ (એઈએસ)ના કારણે 14 બાળકોના મોતના સમાચાર મળી રહ્યા છે. સુનિલ શાહી, અધીક્ષક એસકેએમસીએચ, મુઝફ્ફરપુરે જણાવ્યું કે, કુલ 38 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 14ના મોત થયા છે, અને બાકી બાળકોને હજુ ભારે તાવ છે.

ગત એક અઠવાડીયાની અંદર સંદિગ્ધ એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમ (એઈએસ) અને જાપાની ઈન્સેફેલાઈટિસ (જેઈ) નામની બીમારીથી 12 બાળકોના મોત થઈ ચુક્યા છે. મુઝફ્ફરપુરના શ્રીકૃષ્ણ મેમોરિયલ કોલેજ હોસ્પિટલ (એસકેએમસીએચ)માં શુક્રવારે સંદિગ્ધ એઈએસથી પીડિત 21 બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે કેજરીવાલ હોસ્પિટલમાં 14 દર્દી પહોંચ્યા હતા.

મુઝફ્ફરપુરના સિવિલ સર્જન એસપી સિંહે શનિવારે જણાવ્યું કે, બાળકોના મોત પાછળનું કારણ જાણવાની કોશિસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, મોટાભાગના બાળકો હાઈપોગ્લાઈસીમિયા એટલે કે, અચાનક શુગરની અછતની પુષ્ટી થઈ રહી છે. તેમણે પણ માન્યું કે, કેટલાએ બાળકોને ખુબ વધારે તાવમાં લાવવામાં આવી રહ્યા છે. તેમણે તેને ચમકી અને ભારે તાવ જણાવ્યો.

(9:54 pm IST)