મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

અદાણીને છ એરપોર્ટની જવાબદારી ટૂંકમાં મળશે

જુલાઈમાં મંજુરી મળી શકે છે

નવી દિલ્હી, તા.૮ : છ ભારતીય વિમાની મથકો ચલાવવા માટે સફળ બીડ ધરાવનાર અદાણી એન્ટરપ્રાઇઝને હવે મોદી સરકાર ફરી ચુંટાઈ આવ્યા બાદ છ એરપોર્ટના મુદ્દે હેન્ડલીંગની જવાબદારી મળે તેવી શક્યતા છે. આના માટે કેબિનેટ મંત્રી આગામી મહિનામાં મળી શકે છે. ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ દ્વારા આ અંગેની માહિતી આજે આપવામાં આવી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા એરપોર્ટની હરાજી માટે જોરદાર સપાટો બોલાવ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝને થિરુવંતનપુરમ એરપોર્ટ, લખનૌ એરપોર્ટ, અમદાવાદ એરપોર્ટ, ગુવાહાટી એરપોર્ટ, જયપુર એરપોર્ટની જવાબદારી મળેલી છે. મોદી સરકાર ફરી સત્તામાં આવ્યા બાદ અદાણીને ફરીથી મંજુરી મળી શકે છે. અમદાવાદ, લખનૌ, જયપુર, ગુવાહાટી, થિરુવંતનપુરમ અને મેંગ્લોરમાં એરપોર્ટ ઓપરેટ કરવા અને અપગ્રેડ કરવાના અધિકાર મળ્યા હતા. ગયા વર્ષે યોજાયેલી હરાજીમાં ૫૦ વર્ષ માટેની મંજુરી મળી હતી. છ એરપોર્ટના ખાનગીકરણથી એએઆઈને ૧૩૦૦ કરોડ વાર્ષિક મળશે.

(7:38 pm IST)