મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

અમરનાથ શ્રાઇન બોર્ડ ઝુકયું: લંગરવાળાઓનો ધમધમાટ શરૂ

પાંચ દિવસથી સર્જાયેલ મડાગાંઠ દૂર ગઇઃ અમરનાથ યાત્રા સંદર્ભે ૧૮ જૂનથી જવાહર ટનલ ક્રોસ કરવાની મંજૂરી આપી દીધી

જમ્મુ, તા.૮: એક જૂલાઇથી શરૂ થનાર અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને લંગર સમિતિઓએ પોતાની તૈયારીઓ જડપી બનાવી છે. ઉધમપુરમાં પણ લંગર સમિતિઓ તૈયારીમાં લાગી ગઇ છે. આવી જ એક લંગર સમિતિના પ્રમુખ રાજપોલ સુલતાને કહ્યું કે અમે છેલ્લા ચાર પાંચ દિવસથી અહીં લંગરની તૈયારીઓ કરી રહ્યા છીએ, અમારી કોશિષ છે કે આ કામ જલ્દી પુરૂ થાય.

છેલ્લા એક અઠવાડીયાથી શ્રી બાબા અમરનાથ શ્રાઇન બોર્ડ અને  લંગર સંગઠનો વચ્ચે ચાલતો વિવાદ કાલે રાત્રે પુરો થયો છે. લંગર સંગઠનોના દબાણ સામે શ્રાઇન બોર્ડને નમળું પડયું હવે બોર્ડ લંગર સંગઠનોને ૧૮ જૂન પછી જવાહર ટનલ પારકરીને કાશ્મીર જવાની પરવાનગી આપી છે. શ્રાઇન બોર્ડ અમરનાથ યાત્રા દરમ્યાન લંગર લગાવનારાઓના રાશનના ટ્રકોને સુરક્ષાના કારણો, યાત્રા માર્ગની મરામત અને બરફ હટાવવાની કામગીરીને જોતા ૨૧ જૂન પહેલા કાશ્મીરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકયો હતો. જેના કારણે વિવાદ ઉભો થયો હતો.

લંગર સંગઠનો ૧૫ જૂનથી ટ્રકોના પ્રવેશની માગણી કરી રહ્યા હતા. તેમનું કહેવું હતું કે કાશ્મીર જવાની પરવાનગી મોડી મળવાથી તે લોકો યાત્રા માર્ગના ઉંચાઇ વાળા સ્થળોએ રાશન સમયસર નહીં પહોંચાડી શકે શ્રી અમરનાથ બર્ફાની લંગર ઓર્ગેનાઇઝેશને ચેતવણી આપી હતી કે જો ૧૫ જૂનથી લંગળવાળાને રાશનના ટ્રકોને કાશ્મીર મોકલવાની પરવાનગી નહીં મળે તો તેઓ યાત્રાનો બહિષ્કાર કરશે. લંગર સંગઠને શ્રી અમરનાથ શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ)ઉમંગ નરૂલ્લભે લંગર અંગે શંકાના વાદળો ધેરાવા લાગ્યા હતા.

જોકે લંગર સંગઠનો અને શ્રાઇન બોર્ડ વચ્ચે વિવાદના હલ માટે વાતચીતનો દોર સતત ચાલુ હતો. ગુરૂવારે લંગર ઓર્ગેનાઇઝેશનના વિજય ઠાકુર અને ઉમંગ નરૂલા વચ્ચે આ બાબતે વાતચીત થઇ હતી. જેમાં બંન્નેએ પોત પોતાના તર્ક રજુ કર્યા હતા. ત્યાર પછી બંન્ને પક્ષે સમજૂતી થઇ કે લગર સંગઠનોના ટ્રક સામાન ભરીને જમ્મુમાં ગમે ત્યારે આવી શકશે અને કાશ્મીર જવા માટે જવાહર રનલ પર કરવાની પરવાનગી પણ ૧૮ જૂનથી મળી જશે.

લંગર સંગઠનોના નેતા વિજય ઠાકુરે વિવાદ પુરો થયો હોવાની પુષ્ટિ કરતા કહ્યું કે આમાં એડીજીપી સીકયોરીટી મુનિર અહમદ ખાને મહતાપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે હવે ટુંક સમયમાં જ લંગર લગાવવા વાળા જમ્મુ કાશ્મીર તરફ પ્રયાણ કરશે. અમરનાથ યાત્રા દરમ્યાન પંજાબ, હરિયાણા, દિલ્હી અને બીજા રાજયોના સંગઠનો દર વર્ષે લંગર લગાવે છે. યાત્રા દરમ્યાન બાલતાલ અને પહેલગામ એ બન્ને માર્ગો પર પવિત્ર ગુફા સુધી લંગર લગાવે છે.

(3:57 pm IST)