મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

દેશમાં ક્રિપ્ટોકરન્સી ખરીદ-વેચાણ પર થશે ૧૦ વર્ષની જેલ

ટ્રેડીંગ પ્લેટફોર્મ માટે ઝટકોઃ ર૦૧૯ના ડ્રાફટમાં આ પ્રસ્તાવ મુકાયો

નવી દિલ્હીઃ હવે દેશમાં ક્રિપ્ટો કરન્સી રાખતા લોકોને ૧૦ વર્ષ જેલની સજા મળશે. ર૦૧૯ના ડ્રાફટમાં આ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ દરેક વ્યકિત જે  ક્રિપ્ટોકરન્સી જનરેટ કરશે, રાખશે, વેચશે, ટ્રાન્સફર કરશે. ડિસ્પોઝ કરશે, ચાલુ રહેશે કે ડાયરેકટ તેમજ ઇનડાયરેકટ  રીતે તેમાં ડીલ કરશે તેને સજા ભોગવવી પડશે. આ પ્રસ્તાવ બાદ ક્રિપ્ટોકરન્સીને દેશમાં માન્યતા મળવાની આશા પુર્ણ થઇ ગઇ છે.

આ પગલા એવા લોકો પર લગામ લગાવવા માટે ઉઠાવામાં આવ્યો છે. ક્રિપ્ટોકરન્સીમાં લેણદેણ કરવાના પ્રયત્નો કરે છે. આ પગલાથી વિવિધ ક્રિપ્ટોકરન્સી પ્લેટફોર્મને  પણ તગડો ઝટકો લાગશે. જે સરકાર પાસે આશા  લગાવીને બેઠા હતા કે દેશમાં ક્રિપ્ટોકરન્સીને માન્યતા મળશે.

આ બિલની ડ્રાફટ કરાતા પેનલની અધ્યક્ષતા ઇકોનોમીક અફેયર્સ સેક્રેટરી સુભાષચંદ્ર ગર્ગ કરી રહયા છે. આ પેનલમાં અનેક સભ્યો સામેલ છે. તેમાં સેન્ટ્રલ બોર્ડ ડાયરેકટ ટેકસેલ અને તપાસ એજન્સીઓના સભ્ય પણ સામેલ છે.

આ પેનલને પ્રસ્તાવ આપવામાં આવ્યો છે કે ક્રિપ્ટોકરન્સીમાં ડીલ કરવાની ગતિવિધિને સંસેય અને ગેર-જમાનતી માનવામાં આવશે.  જો કે આ ડ્રાફટ એ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઇ આચરણ કોઇ અન્ય કાયદા હેઠળ દંડનીય છે તો આ એકટ અતિરિકત રૂપથી લાગશે. ક્રિપ્ટોકરન્સીમાં ડીલ કરતા લોકો માટે સજાની જોગવાઇ આપતા આ પેનલને એ પણ મંતવ્ય આપવામાં આવ્યો છે કે ઓફીશીયલ ડીજીટલ કરન્સી લોન્ચ કરાશે.

(1:32 pm IST)