મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

૨૦૪૭ સુધી સતારૂઢ રહીને કોંગ્રેસનો રેકોર્ડ તોડશે બીજેપી

ભવ્ય જીતની સાથે જ પક્ષનો જોશ 'હાઇલેવલે' ભાજપના મહાસચિવ રામમાધવનું નિવેદન

નવીદિલ્હી, તા.૮: લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ બમ્પર બહુમતી મેળવી છે. આ મોટી જીતની સાથે જ પાર્ટીનો જોશ 'હાઇ' થતો જઇ રહ્યો છે. ભાજપના મહાસચિવ રામ માધવ એ શુક્રવારના રોજ પાર્ટી કાર્યક્રમ દરમ્યાન એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપ ૨૦૪૭ સુધી દેશની સત્ત્।ા પર રહેશે. તેની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભાજપ કોંગ્રેસનોે રેકોર્ડ તોડશે.

 

ભાજપના મહાસચિવ રામ માધવે શુક્રવારના રોજ ત્રિપુરામાં કહ્યું કે જો કોઇ પાર્ટી સૌથી વધુ સત્ત્।ામાં રહી છે તે તો કોંગ્રેસ છે. કોંગ્રેસે ૧૯૫૦ થી ૧૯૭૭ સુધી દેશમાં શાસન કર્યું છે. હું તમને આશ્વસ્ત કરું છું કે મોદીજી આ રેકોર્ડ તોડવા જઇ રહ્યા છે. ૨૦૪૭થી આઝાદીના ૧૦૦મા વર્ષમાં પ્રવેશ કરવા સુધી ભાજપ સત્ત્।ામાં રહેશે.

લોકસભાની બંને સીટી જીત્યા બાદ અગરતલા, ત્રિપુરામાં ભાજપે કાર્યકર્તા ધન્યવાદ સમારંભ આયોજીત કર્યો હતો. તેમાં ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવ, રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવની સાથો સાથ બીજા કેટલાંય નેતા પણ હાજર રહ્યા હતા. ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રહાટકરે સમારંભ દરમ્યાન કહ્યું કે ફરીથી લોકસભા જીતી ગયા પરંતુ આ ફૂલ સ્ટોપ નથી. આ તો શરૂઆત છે, લાંબી મુસાફરી કાપવાની છે.(૨૨.૬)

(11:41 am IST)