મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

અવહેલના

બધા રાજકીય પક્ષોએ ઉમેદવારોનાં 'કારનામા' છુપાવ્યા

સુપ્રિમ કોર્ટના નિર્દેશોનો ઉલાળીયોઃ એક પણ ઉમેદવાર કે પક્ષે ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડની વિગત ન તો અખબારોમાં પ્રસિદ્ધ કરી કે ન તો ટીવીમાં પ્રસારિત કરી

નવી દિલ્હી, તા. ૮ :.  ૧૭મી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ડાઘ છુપાવવામાં કોઈપણ રાજકીય પાછળ નથી રહ્યો. સુપ્રિમ કોર્ટના આદેશ છતા પણ કોઈ ઉમેદવાર અથવા તેમને મેદાનમાં ઉતારનાર પક્ષે તેમનો આપરાધિક રેકોર્ડ ટીવી અથવા અખબારમાં પ્રસારીત કરવાની દરકાર નથી કરી.

લોકસભામાં આ વખતે ૫૪૨માંથી ૨૩૩ એટલે કે લગભગ ૪૩ ટકા દાગીઓ ચૂંટાઈને આવ્યા છે. જેમાંથી ૨૯ પર સંગીન કેસ રજીસ્ટર થયેલા છે. ચૂંટણી પંચનો સ્પષ્ટ દિશાનિર્દેશ હતો કે ઉમેદવારોના આપરાધિક રેકોર્ડનો પ્રચાર ત્રણવાર મોટા અક્ષરોમાં સ્થાનિક અખબારો અને ટીવીમાં કરવામાં આવે. પંચે આ આદેશ સપ્ટેમ્બર ૨૦૧૮માં સુપ્રિમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં રાખીને આપ્યો હતો. રાજકીય પક્ષોએ તેનો વિરોધ પણ કર્યો હતો.

તેમણે પંચ પાસે માગણી કરી હતી કે આપરાધિક રેકોર્ડના પ્રચાર પર થનારો ખર્ચ ઉમેદવારના નહી પણ પક્ષના ખાતામાં ગણવામાં આવે પણ પંચે તેનો અસ્વિકાર કર્યો હતો. ઉલ્લેખનિય છે કે લોકસભા ઉમેદવાર માટે ખર્ચની લીમીટ ૭૫ લાખ રૂપિયા છે.

ચૂંટણી પર નજર રાખતી સંસ્થા એડીઆરના સંસ્થાપક જગદીપ છોકર કહે છે કે સુપ્રિમના આ આદેશનું પાલન કરાવવું સહેલુ નહોતુ. આ બાબતે પંચ કંઈ નહી કરી શકે કેમ કે કોણે પ્રચાર કર્યો - કોણે નહી ? તેની માહિતી મેળવવાની કોઈ વ્યવસ્થા જ નથી

(11:39 am IST)