મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

''આધી આબાદી...અધુરા અધિકાર''

મહિલાઓ વોટ આપવામાં આગળઃ પગાર મેળવવામાં પાછળ

પુરૂષોના મુકાબલે ત્રીજા ભાગનો પણ પગાર નથી મળતો મહિલાઓનેઃ ગ્રામિણ અને શહેરી વિસ્તારોમાં અસમાનતાનો ભોગ બની છે મહિલાઓ પુરૂષ કર્મચારીઓનો સરેરાશ માસિક પગાર છે રૂ.૧૪૦૦૦: મહિલાઓને મળે છે ૮પ૦૦ થી ૧૦,૦૦૦

નવી દિલ્હી તા.૮ : ભારતમાં રાજકીય ક્ષેત્રમાં તો મહિલાઓને પુરૂષોના સમાન અધિકારો મળી ગયા છે. પણ આર્થિક ક્ષેત્રમાં બરાબરના હક્ક મેળવવા તેમણે લાંબી લડાઇ લડવી પડશે. હમણા જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીમાં મહિલાઓએ પુરૂષો જેટલું અને કેટલાક રાજયોમાં તો તેમનાથી પણ વધારે મતદાન કર્યું હતું. પણ આર્થિક ક્ષેત્રની કડવી સચ્ચાઇએ છે કે ગામડું હોય કે શહેર, સ્વરોજગાર હોય કે નોકરી મહિલા કામદારોની માસીક આવક તેમના સમકક્ષ પુરૂષ કર્મચારીઓ કરતા ઘણી ઓછી છે. સરકારના હાલના સર્વેમાં જાહેર થયું છે. કે ગ્રામ્ય અને શહેરી બન્ને વિસ્તારોમાં પુરૂષ અને મહિલાની માસિક આવકમાં મોટુ અંતર છે.

 

ગ્રામ્ય વિસ્તારોમાં એક પુરૂષ કામદારની આવક મહિલાઓની સરખામણીએ ૧.૪ થી ૧.૭ ગણી વધારે છે જયારે શહેરી વિસ્તારમાં આ ફરક ૧.ર થી ૧.૩ ગણો છે પીરીયોડીક લેબર ફોર્સ સર્વે શિર્ષક સર્વે નેશનલ સેંપલ સર્વે ઓફીસે ર૦૧૭-૧૮ ના વર્ષમાટે દેશભરમાં કર્યો હતો જેના પરિણામો ૩૧ મેના રોજ જાહેર કરાયા છે.

સર્વે અનુસાર ઉપરોકત સમયગાળામાં ગ્રામ્ય વિસ્તારોમાં નિયમીત મજુરી અને પગારદાર પુરૂષ કર્મચારીની સરેરાશ માસિક આવક ૧૩ થી ૧૪ હજાર રૂપિયા હતી જયારે મહિલા કર્મચારીઓની આવક માત્ર સાડાઆઠ હજારથી ૧૦૦૦૦ રૂપિયા હતી આજ રીતે શહેરી વિસ્તારોમાં પુરૂષોની સરેરાશ માસિક આવક ૧૭ થી ૧૮ હજાર રૂપિયા અને મહિલા કર્મચારીઓની આવક ૧૪ થી ૧પ હજાર હતી. આજ હાલત અનસ્કીલ્ડ લેબરની પણ છે ગ્રામીણ ક્ષેત્રમાં અકુશળ મહિલાને રોજના ૧૬૬ થી ૧૭૯ રૂપિયા જયારે પુરૂષોને રપ૩ થી ર૮ર રૂપિયા મળે છે. આજ પ્રકારે શહેરોમાં અકુશળ પુરૂષ મજુરોને રોજના રૂપિયા ૩૧૪ થી ૩૩પ અને મહિલા શ્રમિકોને ૧૮૬ થી ર૦૧ રૂપિયા મળે છ.ે

સ્વરોજગાર બાબતે પણ કોઇ અલગ તસ્વીર નથી ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગાર દ્વારા એક પુરૂષ કામદાર મહિનામા સરેરાશ ૮પ૦૦ થી ૯૭૦૦ રૂપિયા કમાય છે. જેની સામે મહિલા કામદાર ૩૯૦૦ થી ૪૩૦૦ રૂપિયા જ કમાય છે ઉલ્લેખનીય છે કે દેશમાં મહિલાઓની હાલત બાબતે અવાર નવાર પ્રશ્નો ઉઠકતાજ હોય છે.

(11:37 am IST)