મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

ડુંગળીનો વઘાર કેમ કર્યો? વહુની ફરિયાદ કરવા સાસુ પહોંચ્યા પોલીસ સ્ટેશનઃ અનોખો કિસ્સો

ગ્રેટર નોયડાઃ બિલાસપુર ગામમાં પરમ દિવસે પોલીસ સ્ટેશનમાં એક હાઇવોલ્ટેજ ''નાટક'' જોવા મળ્યું: શાકભાજીમાં ડુંગળીનો વઘાર કરવાથી નારાજ સાસુ પોતાની વહુ વિરૂધ્ધ કાર્યવાહીની માંગ લઇ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને હંગામો કર્યોઃ બાદમાં પોલીસે તેમને સમજાવી પાછા વાળ્યા હતાં. ૮૦ વર્ષના સાસુનું કહેવું છે કે તેને ડુંગળી પસંદ નથી છતાં વહુ ડુંગળીનો વઘાર કરે છેઃ તેથી હું ફરિયાદ કરવા ગઇ હતીઃ જયાં તેણીએ હંગામો કરતાં પોલીસે તેમના પુત્રને બોલાવ્યો હતોઃ જયાં પુત્રએ ખાત્રી આપી હતી કે હવે ડુંગળીનો વઘાર નહિં થાયઃ તે પછી જ તેઓ માન્યા અને ઘરે ગયા હતા.

(11:36 am IST)