મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

MCLRમાં અન્ય બેંકો દ્વારા વધારો ઝીંકી દેવાયો

એચડીએફસી બેંકે વધારો કર્યો

        મુંબઈ,તા. ૮ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છઠ્ઠી જૂનના દિવસે તેના પોલિસી રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટનો વધારો કરીને ૬.૨૫ ટકા કરી દીધા બાદ જાહેર અને ખાનગી ક્ષેત્રોની બેંકો દ્વારા માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત એમસીએલઆરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આના ભાગરુપે હવે એચડીએફસી બેંક અને બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પણ એમસીએલઆરમાં વધારો કરાયો છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકે સાતમી જૂનના દિવસથી એક વર્ષની અવધિ માટે વ્યાજદર ૮.૪૦ ટકા કર્યો છે. એચડીએફસી બેંકે તમામ પાકતી મુદ્દત માટે ૧૦ બેઝિક પોઇન્ટનો એમસીએલઆરમાં વધારો કર્યો છે. શુક્રવારના દિવસે જાહેર ક્ષેત્રની બેંક બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એમસીએલઆરમાં આટલો જ વધારો કરવામાં આવ્યો હતો. બેંક ઓફ ઇન્ડિયાએ એમસીએલઆરના રેટમાં સુધારો કરીને ૮.૫૦ ટકા કર્યો છે. તેમાં ૧૦ બેઝિક પોઇન્ટનો વધારો કરવામાં આવ્યો છે. છ મહિના માટેની લોન પર વ્યાજદર૮.૪૫ ટકા રહેશે. જે ૧૦મી જૂનના દિવસથી અમલી કરાશે. ઘણી બેંકો પહેલાથી જ આ રેટને વધારી ચુકી છે.

 

(7:45 pm IST)