મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

સુસાઇડ નોટમાં નામ હોવાથી કોઇને ગુનેગાર ગણાવી શકાય નહી

પંજાબ-હાઇકોર્ટનો મહત્વનો ચુકાદોઃ જરૂરી નથી કે આત્મહત્યા કરનારે જેને દોષીત ગણાવ્યા છે તે સાચુ હોય

ચંડીગઢઃ પંજાબ હરિયાણા હાઇકોર્ટ જસ્ટિસ બજેતરીને કહ્યું કે ફકત સુસાઇડ નોટમાં નામ હોવાના આધાર પર જ કોઇને આરોપી સાબિત કરી શકાય નહી તેઓએ કહ્યું કે આરોપી વિરૂધ્ધ આત્મહત્યા માટે ઉકસાવા પાછળની અપરાધક ઇચ્છાને પણ સાબિત કરવી જરૂરી છે.

જસ્ટિસ બજેતરીએ આ નિર્ણય ગુડંગાવની કંપની જીરોકસ ઇન્ડિયા લિમિટેડના મેનેજર ઇકબાલ આસિફ ખાને આત્મહત્યા કરી લીધી હતી તેના મૃતદેહ પાસેથી એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં છ લોકોને આત્મહત્યા માટે ઉકસાવવા માટે આરોપી ગણાવ્યા હતા. સુસાઇડ નોટમાં આરોપીઓના રૂપે તેના વકિલ અને ઓફિસના અધિકારીઓના નામ સામેલ હતા. આ મામલે પોલીસી તપાસમાં આરોપીઓ વિરૂધ્ધ કોઇ પણ પ્રકારનો આરોપ સાબિત થયો નથી.

ચુકાદો આપતા સમયે જજે ઉદાહરણ આપ્યું કે ઓછા અંક આવવા પર આત્મહત્યા કરતા વિદ્યાર્થીના શિક્ષક અને પ્રેમાં નિષ્ફળ આશિકની સુસાઇડ નોટ તેની પ્રેમિકાને જેવી રીતે આત્મહત્યા માટે આરોપી બનાવી શકાય નહી. તેવી જ રીતે આ મામલે પણ મહત્વ પુરાવા અને આરોપ સાબિત કરતી પરિસ્થિતિના આધારે અરજીકર્તા વિરૂધ્ધ કેસ બને નહી.

(12:41 pm IST)