મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

સાકરની ફેકટરી ર૯ રૂપિયાથી ઓછી કિંમતે શુગર વેચી શકશે નહીં: કેન્દ્ર સરકાર

નવી દિલ્હી તા. ૮ :.. નાણાભીડ વેઠી રહેલા શુગર-ઉદ્યોગની શેરડીની બાકી નીકળતી રર,૦૦૦ કરોડ રૂપિયાની રકમ ચુકવવાનાં આવશ્યક પગલાંના ભાગરૂપે સરકારે ગઇકાલે એક નોટીફીકેશન દ્વારા સાકરની એકસ-ફેકટરી પ્રાઇસ ર૯ રૂપિયા પ્રતિ કિલો ઠરાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો તથા શુગરમિલોની માસિક સ્ટોક - હોલ્ડિંગની મર્યાદા પણ નકકી કરી હતી.

કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે બુધવારે આ નિર્ણયોને મંજૂરી આપી હતી.

ફુડ-મિનિસ્ટ્રીએ શુગર પ્રાઇસ (કન્ટ્રોલ) ઓર્ડર, ર૦૧૮ હેઠળ સ્વયંને સાકરની લઘુતમ વેચાણ કિંમત ઠરાવવાની સત્તા આપી હતી.  (પ-૮)

(11:35 am IST)