મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

જીએસટી રિટર્નમાં ફાઇલીંગનો સમય ૪૦ ને બદલે ૩૦ દિવસ કરતી કાઉન્સિલઃ ૧૦ જૂને ફાઇલ કરવા સુચના

રાજકોટ તા ૮ : જીએસટી કાઉન્સિલ દ્વારા માસિક અને ત્રિમાસિક વળતર માટે  જીએસટીઆર-૧ ફાઇલીંગ સમયગાળો અગાઉના ૪૦ દિવસથી ઘટાડીને ૩૦ દિવસનો કરાયોછે.

હવે વેપારીઓએ એપ્રિલના જીએસટી રિટર્ન ફાઇલ કરવાની વ્યવસ્થા ૧૦ જૂને કરવી પડશે જે વેપારીઓ ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરતા હોય તેમને ૧૦ ઓગષ્ટને બદલે ૩૦ જુલાઇએ ફાઇલ કરવાનું રહેશે. જેના કારણે વેપારીઓને તા. ૧ થી ૧૦ માં બીજા અનેક કાર્યો હોવાથી રીટર્ન ફાઇલ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

રૂ. ૧.૫ કરોડથી ઓછુ ટર્ન ઓવર ધરાવતા વેપારીઓએ ૪૦ દિવસમાં માસિક રીટર્ન ફાઇલ કરવાનું રહેશે. રૂ.૧.૫ કરોડથી વધુનું વેચાણ અથવા ટર્નઓવર ધરાવતા હોય તેમણે પણ ૪૦ દિવસમાં રિટર્ન ફાઇલ કરવાનું હતું, પરંતુ આ માટેની મુદતમાં ૧૦ દિવસનો ઘટાડો કરાયો છે. (૩.૪)

(11:34 am IST)