મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

ગ્રાહકોને ધિરાણ કરી વ્યાજની આવક કમાતા શેર બ્રોકર્સે હવે જીએસટી દેવો પડશે

૧૮ ટકા માર્જિન ફંડીંગના વ્યાજની આવક પર જીએસટી

નવી દિલ્હી તા. ૮ :.. લિવરેજ પોઝિશન પર ગ્રાહકોને ધિરાણ કરીને વ્યાજની આવક કમાતા શેર બ્રોકર્સે હવે જીએસટી ચૂકવવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેકટ ટેકિસસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) એ ચાલુ સપ્તાહે આ બાબતે સ્પષ્ટતા કરી છે.

સીબીઆઇસીના જણાવ્યા અનુસાર નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની (એનબીએફસી) સબસીડીયરી ન હોય એવા બ્રોકર્સે માર્જિન ફન્ડિંગ અને સેટલમેન્ટના પેમેન્ટમાં વિલંબમાં મળતા વ્યાજ પર ૧૮ ટકા જીએસટી ચુકવવો પડશે. આ પગલાથી ફાઇનાન્સ કંપની નહીં ધરાવતી નાની બ્રોકીંગ કંપનીઓ પર દબાણ વધશે. અત્યાર સુધી આવા બ્રોકર્સ આ પ્રકારની વ્યાજની આવક પર જીએસટી ચુકવતા ન હતાં. સીબીઆઇસીએ ફ્રિકવન્ટલી આસ્કડ કવેશ્ચન્સ (એફએકયુએસ) અંગે જારી કરેલા સકર્યુલર બ્રોકર્સની વ્યાજની આવક અંગે માહિતી આપી હતી.

સીબીઆઇસીએ એફએકયુમાં જણાવ્યું હતું કે, 'બ્રોકરેજની રકમ ચુકવવામાં વિલંબ પેટે લેવાયેલું વ્યાજ તેમજ સેટલમેન્ટ, માર્જિન ટ્રેડીંગ સુવિધા સંબંધી વ્યાજની આવક પર જીએસટી લેવાપાત્ર બનશે.' અગાઉ માત્ર પેમેન્ટમાં વિલંબ પર લેવાતું વ્યાજ જીએસટીને પાત્ર હતું. માર્જિન ફન્ડિંગ પર લેવાતા વ્યાજ પર જીએસટી લાગુ પડતો ન હતો. જો કે, નવા એફએકયુમાં માર્જિન ફન્ડિંગ પરના વ્યાજને પણ જીએસટી હેઠળ આવરી લેવાયું છે. શેર બ્રોકર્સ સામાન્ય રીતે તેમની એનબીએફસી કંપની અથવા પોતાના જ એકાઉન્ટમાંથી ધિરાણ કરે છે. મોટા ભાગના મોટા બ્રોકર્સ તેની એનબીએફસી દ્વારા ગ્રાહકોને ધિરાણ આપે છે. જો કે, શેરની ખરીદી માટેનું ફન્ડિંગ એનબીએફસી દ્વારા કરવામાં આવ્યું હોય તો ગ્રાહકે અપફ્રન્ટ માર્જિન ચુકવવું પડે, ઉપરાંત, ફન્ડિંગના નાણાં દ્વારા ગ્રાહક અમુક જ શેર ખરીદી શકે છે. જો કે, માર્જિન ફન્ડિંગ બ્રોકર્સના એકાઉન્ટમાંથી કરવામાં આવ્યું હોય તો આ નિયમના પાલનની જરૂર નથી. લગભગ ૬૦ ટકા રજિસ્ટર્ડ શેર બ્રોકર્સ એનબીએફસીએસના નિયમોનું પાલન કરતા નથી.

બજાર વર્તુળોના જણાવ્યા અનુસાર તેમને આવી રીતે ધીરેલા નાણાં પર ૧૪-ર૧ ટકાની રેન્જમાં વ્યાજ મળે છે. સેબીની વેબસાઇટ પ્રમાણે ૩૧ મે, ર૦૧૮ ના રોજ ભારતમાં ૭,૮૪૪ શેર બ્રોકર્સ રજિસ્ટર્ડ છે. બ્રોકર્સના જણાવ્યા અનુસાર ટેકસના નાવ નિયમથી તેમને નુકસાન થશે. બીએસઇ બ્રોકર્સ ફોરમના ચેરમેન ઉત્તમ બાગરીએ જણાવ્યું હતું કે, 'મહેસુલ વિભાગના વલણને કારણે માર્જિન ટ્રેડીંગ સહિત ફન્ડિંગ બિઝનેસ એનબીએફસીએસ તરફ ખસશે. સરકારને આવકમાં કોઇ લાભ નહીં થાય, પણ એનબીએફસીએસ સિવાયના શેર બ્રોકર્સે નાણાકીય મુશ્કેલી વેઠવી પડશે.' ઉલ્લેખનીય છે કે, રિટેલ બ્રોકરેજિસ માટે માર્જિન ફન્ડિંગ ઝડપથી વધતો બિઝનેસ છે. ઘણા બ્રોકર્સ તો આ પ્રકારના ધિરાણમાંથી ચોખ્ખી આવકનો  ૭૦ ટકાથી વધુ હિસ્સો મેળવે છે. શેર બ્રોકર્સનું સંગઠન ટેકસના નિયમ હળવા કરવામાં નાણામંત્રાલયને મળશે. (પ-૧૧)

ટેકસ બોજમાં વધારો

સીબીઆઇસીના સકર્યુલર પ્રમાણે રિટેલ બ્રોકરેજિસ માટે

ગ્રાહકોને ધિરાણ કરીને  માર્જિન ફન્ડિંગ ઝડપથી

વ્યાજની આવક કમાતા શેર     વધતો બિઝનેસ છે

બ્રોકર્સ જીએસટી ચુકવવો પડશે        

ફન્ડિંગના વ્યાજની      લગભગ ૬૦ ટકા રજિસ્ટર્ડ

આવકમાંથી બ્રોકર્સને    શેર બ્રોકર્સ એનબીએફસીએસ

મળતા નાણાં એનબીએફસીએસ માટે    ધરાવતા નથી અને

કરમુકત છે     પોતાની બેલેન્સશીટમાંથી

જ ફન્ડિંગ કરે છે

૧૮ ટકા માર્જિન ફન્ડિંગના વ્યાજની આવક પર જીએસટી ૧૪.ર૧ ટકા બ્રોકર્સને માર્જિન ફન્ડિંગ, લેટ પેમેન્ટ પર મળતું વ્યાજ શેર બ્રોકર્સનું સંગઠન ટેકસના નિયમ હળવા કરવા ટૂંક સમયમાં નાણામંત્રાલયને મળશે

(11:34 am IST)