મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

મધ્યપ્રદેશમાં હાર્દિકની મોટર પર ઇંડાનો વરસાદ

ભાજપ મધ્યપ્રદેશમાં ગાંડો થયો છે : પોલિસની હાજરીમાં હુમલો થયો છે : આરોપીઓ ઝડપાઇ ગયાનો દાવોઃ હાર્દિકનું ચોટદાર ટવીટ : 'અરે મામા શિવરાજ !! ઇંડાથી હાર્દિક રોકાવાનો નથી : ગોળીઓ ચલાવો : શ્વાસ છે ત્યાં સુધી લડાઇ ચાલશે'

રાજકોટ તા. ૮ : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ મધ્યપ્રદેશના જબલપુર ખાતે રેલીને સંબોધવા પહોંચ્યા હતા, એ વખતે હાર્દિકની કાર પર ગુરૂવારે ઇંડા અને પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં સ્થાનિક પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. ઘટના બાદ હાર્દિકે પટેલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, 'મધ્યપ્રદેશમાં મામા શિવરાજના ચેલાઓએ અમારૃં સ્વાગત ઇંડાથી કર્યું. જબલપુરથી પનાગર જતી વખતે આગાચોક પાસે ગાડી પર ઇંડા વરસાવવામાં આવ્યા અને એ પછી તેઓ નામર્દોની માફક ભાગી ગયા. અરે મામા શિવરાજ ઇંડાથી હાર્દિક રોકાવાનો નથી, બંદૂકની ગોળી ચલાવો. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી લડાઇ ચાલવાની છે. ભાજપ મધ્યપ્રદેશમાં ગાંડો થઇ ગયો છે. મધ્યપ્રદેશમાં પોલીસની હાજરીમાં હુમલો થયો છે.' મધ્યપ્રદેશના જબલપુરમાં આ ઘટના બની એ પછી પોલીસે આરોપીઓને ઝડપી લીધો હોવાનું માલૂમ થાય છે.(૨૧.૧૧)

 

(11:32 am IST)