મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

સંઘે કરેલી બદનક્ષીની ફરિયાદ સંદર્ભે રાહુલને ૧ર મીએ કોર્ટમાં હાજર થવુ પડશે

મહારાષ્ટ્રની કોર્ટમાં થઇ છે ફરિયાદ

નવી દિલ્હી તા. ૮ :.. આર. એસ. એસ. દ્વારા રાહુલ ગાંધી પર થયેલ બદનક્ષીના દાવા અંગેના કેસમાં રાહુલ ૧ર જૂને મહારાષ્ટ્ર કોર્ટમાં હાજર થશે. તેમની હાજરી ફરજીયાત હોવાથી મંગળવારે ભીવંડી ખાતે હાજર થશે.  ત્યારબાદ તે મુંબઇમાં બુથ લેવલના કાર્યકર્તાઓને સંબોધશે. આર.એસ.એસ.ના માણસોએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી તેવા નિવેદન બદલ આરએસએસ રાહુલને કોર્ટમાં લઇ ગયુ છે. રાહુલની ઉપસ્થિતીમાં કોર્ટ તેમની સામે ચાર્જ ઘડશે. હિન્દુત્વ ધરાવતી સંસ્થા દ્વારા મુખર્જી અને રાહુલ માટે વિરોધાભાસી વલણ જોવા મળ્યા. આરએસએસ ચીફ મોહન ભાગવતે મુખર્જીને પોતાની બાજુમાં બેસાડયા હતા જયારે રાહુલને કોર્ટમાં લઇ જવાયા છે. રસપ્રદ છે મુખર્જી એવી વ્યકિત છે જેણે આરએસએસ ત્રાસવાદી પ્રવૃતિઓમાં સંડોવાયેલ છે. એવો કોંગ્રેસની સભામાં પસાર થયેલા ઠરાવનો મુસદો ઘડેલો. સુત્રોએ કહયું કે ૧ર જુને રાહુલને આરએસએસ વિષે બોલવાના બે મોકા મળશે. એક કોર્ટમાં અને બીજો કાર્યકર્તાઓની મીટીંગમાં છે. (પ-૧૬)

 

(11:27 am IST)