મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

પુરૂષોતમ -સ્તવન

સેવા એ જ તો પ્રભુ પુજા

ધ્યાન એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન

 

આજના વૈજ્ઞાનિક યુગમાં માનવી યંત્રવત જેવો બની રહ્યો છે. અને વ્યકિતમાં ટેન્શનનું પ્રમાણ વધી રહ્યું છે. આવા ટેન્શનવાળી વ્યકિતને માટે ''ધ્યાન એ એક અકસીર ઇલાજ મનાય છે. ધ્યાન ધરવા માટે કોઇની મદદની જરૂર રહેતી નથી. પ્રકૃતિનું સાનિધ્ય, ગાર્ડન, કે પછી ઘરમાં પણ પલોઠીવાળીને બેસી જાવ, બસ અને આધ્યાન માટે વીસથી પચ્ચીસ મીનીટ ફાળવો પછી જુઓ તમારો બેડો પાર પડે છે કે નહી.

ધ્યાનથી દરેક મુશ્કેલી દુર થઇ શકે અને એકાગ્રતાને લીધે મન મજબુત બને છે. માનસિક મનોબળ વધે છ.ે તેને લીધે વ્યકિતમાં દૃઢતા વધે છ.ે અને મુશ્કેલી કે વિટંબણાસામે અપાર શકિત સાકાર થાય છ.ે

ભાગવત્ ગીતામાં કહેવાયુ છે કે આત્મા-સંયમ એ જ યોગ છે પાંચ હજાર વર્ષ પહેલા પણ ધ્યાનની મહત્તા હતી.

ધ્યાન એટલે કે વિચાર શુન્ય મન ધન એ મૌનનો નાદ છે, ધ્યાન દૃષ્ટા વિનાનું દર્શન છે.

ધ્યાન વિના મન સ્થિર નથી અને સ્થિર મન વિના ધ્યાન નથી.

ધ્યાન એટલે આત્માનું પરમાત્મા સાથે મિલન ધ્યાન એટલે સાક્ષીભાવથી જીવાતી જિંદગી ધ્યાન જેવી નિરપેક્ષ ધર્મ ઘટના બીજી કોઇ નથી. ધ્યાન એ જીવનની શ્રેષ્ઠ લય પ્રાપ્તિ છે. ધ્યાન એ આત્માનંદ છ.ે પરમાનંદ છે ધ્યાનએ જીવનનું પવિત્ર ગાન છ.ે

જીવનની તમામ મુશ્કેલીઓ દુર કરવાની ચાવી એટલે ધ્યાન.સત્કર્મ કરીએ અને તે પણ નિષ્કામ ભાવે કરીએ તોજ મોક્ષ માટેનું દ્વાર આપણા માટે ખુલ્લુ રહેશે વ્યકિતનું જીવનનું ઘડતર દુઃખમાંથી જ થાય છ.ે દુઃખમાંથી જ વ્યકિત આગળ આવે છ.ે

પરંતુ જે પરમકૃપાળુ પરમાત્માનો સાચો ભકત છે. તે તો જાણે જ છે કે, આ દુઃખ આવ્યુ તે મારા આ જન્મનું નથી પણ મારા પૂર્વ જન્મના સંચિત ખરાબ કર્મોનું ફળ મારા આ જન્મમાં મારી સામે આવ્યું છે માટે તેને હસતે ચહેરેજ સહન કરી લેવું જોઇએ.

દરિદ્ર અને દર્દીની સેવા કરો જેને સેવાની જરૂર છે તેની ચાકરી કરો તે દુઃખમાં હોય કે પછી વિપત્તીમાં હોય ત્યારે ય તેની સેવા કરો.

પક્ષી કે પ્રાણીની સેવા કરો.

દયા સ્નેહ, સહાનુભુતીથી એમની સેવા કરો સેવા એ જ તો પ્રભુ પુજા છે. બીજાની સેવા કરીને તમે ઇશ્વરની સેવા પામો છો. આ એક સર્વોત્તમ ધર્મ છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:25 am IST)