મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

પેટ્રોલમાં લીટરે 21 પૈસા અને ડીઝલમાં 15 પૈસાનો ઘટાડો

સતત 10માં દિવસે ઘટયા ભાવ : વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ઘટતા પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો

રાજકોટ :પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન સામાન્ય માણસને રાહત મળવા લાગી છે સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે પેટ્રોલની કિંમતમાં 21 પૈસા અને ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં કરવામાં આવેલા ઘટાડામાં આ સૌથી મોટો ઘટાડો છે.

 આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં થયેલા ઘટાડાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

(11:16 am IST)