મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

ચીનમાં રહસ્યમય બીમારીનો શિકાર થયેલા અમેરિકન હાઈકમિશનરોને પાછા બોલાવાયા

ચીનમાં રહસ્યમય બીમારીનો શિકાર થયેલ અમેરિકાના ઘણા હાઈકમિશ્નરોને અમેરિકાએ સારવાર માટે પાછા બોલાવી દીધા છે. એક અધિકારીએ જણાવ્યું કે હાલમાં મેડિકલ રિપોર્ટો અનુસાર અમેરિકી વિદેશ વિભાગને જાણકારી મળી હતી કે ચીનમાં હાઈકમિશ્નરોને એવી જ બિમારી થઈ છે, જેવી ક્યૂબામાં અમેરિકી અધિકારીઓને થઈ હતી. ત્યારબાદ ઘણા હાઈકમિશ્નરોને પાછા સ્વદેશ બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

   વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીથર નોર્ટનું કહેવું છે કે મેડિકલ રિપોર્ટની સ્પષ્ટતા થયા બાદ અમેરિકી વિદેશ મંત્રાલયે ચીનના ગુઆન્ઝૂમાં મેડિકલ ટીમ મોકલી છે. તે અમેરિકી સરકારના તમામ કર્મચારીઓ અને અનુરોધના આધારે તેમના પરિવારના સભ્યોની પણ મેડિકલ તપાસ કરશે. જે કર્મચારીઓમાં આવા લક્ષણ મળ્યા છે અથવા વિનંતી કરી છે તેમની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે.

(12:00 am IST)