મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

સરકારે રાજ્યપાલની સેલરી ત્રણ ગણી વધારી : ગવર્નરે સપ્રેમ અસ્વીકાર કર્યો

કેન્દ્ર સરકારે છત્તીસગઢના ગવર્નર 91 વર્ષીય બલરામજી દાસ ટંડનનો પગાર ત્રણ ગણો વધારી દીધો. પોતાના મન પર અડગ ગવર્નરે પ્રેમપૂર્વક આ સેલેરી વધારો લેવાની ના પાડી દીધી. નાણાંમંત્રીએ વર્ષ 2018ના બજેટમાં દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યોના ગવર્નરની સેલેરીમાં ભારે ભરખમ વધારો કર્યો હતો. ગવર્નરનો માસિક પગાર 1.10 લાખ રૂપિયાથી વધારી 3.50 લાખ રૂપિયા કરાયો છે.

(12:00 am IST)