મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

પાટણ નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી સતા ખૂંચવાઇ : કેસરિયો લહેરાયો :સિદ્ધપુરમાં પણ ભાજપે સતા મેળવી

 

પાટણ :રાજ્યમાં નગરપાલિકામાં પ્રમુખ -ઉપપ્રમુખના અઢી વર્ષ પૂર્ણ થતા નવેસરથી ચૂંટણી વેળાએ ભાજપે પાટણ અને સિદ્ધપુરમાં કોંગ્રેસ પાસેથી સતા ખૂંચવી છે

  પાટણની 44 સભ્યોની નગરપાલિકામાં 35 સભ્યોની અભૂતપૂર્વ બહુમતી ધરાવતા કોંગ્રેસમાં ફાટફૂટ પડી અને હાજર રહેલા 34માંથી 14 સભ્યોએ  બળવો કર્યો ભાજપના નવ સભ્યો સાથે હાથ મિલાવી પ્રમુખ અને ઉપ-પ્રમુખ પદ મેળવી લીધું હતું. પ્રકારે સિદ્ધપુરમાં બન્યું. ત્યાં કોઈને સ્પષ્ટ બહુમતી નહોતી. કોંગ્રેસે વિકાસ પેનલનો સહારો લઈ પહેલા અઢી વર્ષ સત્તા મેળવી. હવે ભાજપે વિકાસ પેનલને કોંગ્રેસ પાસેથી આંચકી પોતાના સમર્થનમાં ફેરવી દેતાં ભાજપના મેન્ડેટ મેળવનારા બે મહિલા સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા છે.

  પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષની મુદત માટે નગરપાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી નગરપાલિકાના સભાખંડમાં ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ટી વી ટાંકના વડપણ હેઠળ યોજાઈ હતી. જેમાં બહુમતી ધરાવતા શાસક પક્ષ કોંગ્રેસમાં બળવો થયો. કોંગ્રેસના 14 સભ્યોએ ભાજપના સભ્યો સાથે હાથ મિલાવી 23 સભ્યોનું સમર્થન મેળવી લીધું. કોંગ્રેસનો મેન્ડેટ મેળવનારા લાલેશ ઠક્કર સહિતના સભ્યોની હાર થઈ. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી.

  રીતે, સિદ્ધપરમાં અત્યાર સુધી સત્તા પર રહેલી કોંગ્રેસે સત્તા ગુમાવી. નવ વોર્ડના 36 સભ્યોમાંથી કોઈને સ્પષ્ટ બહુમતી નહોતી. કોંગ્રેસ અને વિકાસ પેનલે સત્તા સંભાળેલી. હવે અઢી વર્ષે ચૂંટણી યોજાઈ ત્યારે મૂળ વિકાસ પેનલના પરંતુ હાલ ભાજના વર્ષાબેન પંડયાએ પ્રમુખ પદ માટે ભાજપનો મેન્ડેટ મેળવ્યો હતો. જ્યારે ભાજપના ક્રિષ્નાબહેન ઠાકર ઉપપ્રમખ બન્યા હતા. વિકાસ પેનલના સભ્યોનો તેમને ટેકો મળ્યો હતો.

(12:00 am IST)