મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

પ્રણવ મુખરજીએ RSS ને તેના જ મુખ્યાલયમાં અરીસો બતાવ્યો :કોંગ્રેસ

 

નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં પ્રણવ દાનુ સંબોધન પૂર્ણ થયા બાદ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયા સમક્ષ કહ્યું કે પ્રણવ મુખરજીના સંઘના મુખ્યાલય જવા પર વ્યાપક ચર્ચા અને ચિંતાઓને જન્મ આપ્યો હતો પરંતુ આજે પ્રણવ મુખરજીએ આરએસએસને તેના મુખ્યાલયમાં અરીસો બતાવ્યો છે તેઓએ સહિષ્ણુતા અને બહુ સંસ્કૃતિવાદની વાત કહી હતી

  સુરજેવાલાએ કહ્યું કે પ્રણવ મુખરજીએ આરએસએસને ભારતના ઇતિહાસની યાદ અપાવી છે તેઓએ આરએસએસને સમજાવ્યું કે ભારતની સુંદરતા અલગ અલગ વિચારોં ધર્મો અને ભાષાઓ પ્રતિ સહિષ્ણુતામાં સમાયેલ છે શું /આરએસએસ સાંભળવા તૈયાર છે સુરજેવાલાએ એમ પણ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને પણ રાજધર્મની યાદ અપાવી છે ત્યારે મોહન બા=ભાગવતે જવાબ આપવો જોઈએ .

(12:00 am IST)