મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

‘‘કોમ્‍યુનીટી સેવા'': યુ.એસ.ના સિલીકોન વેલીમાં ઘરવિહોણા લોકોને ભોજન પુરૂ પાડતું નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશનઃ ૨૦૧૩ની સાલમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી નાથન ગણેશન દ્વારા શરૂ કરાયેલ ‘કોમ્‍યુનીટી સેવા'નું વધુ એક કેન્‍દ્ર સાન જોસમાં ખુલ્‍યુ મુકાયું

સાન-જોસઃ યુ.એસ.ના સિલીકોન વેલીમાં વસતા ઘરવિહોણા લોકોને ભોજન પૂરૂ પાડવા ૨૦૧૩ની સાલમાં ઇન્‍ડિયન અમેરિકન શ્રી નાથન ગણેશન દ્વારા શરૂ કરાયેલ નોનપ્રોફિટ ‘કોમ્‍યુનીટી સેવા'નો વ્‍યાપ સાન જોસ કેલિફોર્નિયામાં પણ ફેલાવાયો છે. જે મુજબ ર જુન ૨૦૧૮ના રોજ સાન જોસના ઘરવિહોણા લોકો માટે રસોડુ શરૂ કરાયું છે. જેના દ્વારા દરેક વીક એન્‍ડ સુધીમાં ૧૨૦૦ લોકોને ભોજન કરાવાશે.

આ પ્રસંગે ‘‘કોમ્‍યુનીટી સેવા''ના ફાઉન્‍ડર શ્રી નાથન ગણેશન, સ્‍પોન્‍સર શ્રી સુબ્રમણ્‍યમ ક્રિશ્નન, કેલિફોર્નિયા સ્‍ટેટ એસેમ્‍બલી મેમ્‍બર શ્રી આશા કાલરા, સાન જોસ સીટી કાઉન્‍સીલ મેમ્‍બર સિલ્‍વીઆ, એરેના, સીટી કાઉન્‍સીલમેન ડેન રોચા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી.

 

(9:33 pm IST)