મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

યુપીના મુઝફ્ફરનગરમાં અેક મહિલાઅે નવજાત બાળકીને જાહેરમાં તરછોડીઃ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદઃ બાળકીની હાલત નાજુક હોવાથી હોસ્‍પિટલમાં

મુઝફ્ફરનગરઃ યુ.પી.ના મુઝફ્ફરનગરમાં અેક મહિલાઅે નવજાત બાળકીને જાહેરમાં તરછોડી હોવાનો મામલો સીસીટીવી ફુટેજના આધારે બહાર આવ્યો છે.

આ અંગેની વિગતો મુજબ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં મોં પર લાલ કપડું બાંધીને એક મહિલા કારમાં આવીને નવજાત બાળકને એક ઘરના દાદર પાસે તરછોડીને જતી રહી છે.

સીસીટીવી કેમેરાના ફૂટેજ પ્રમાણે સેન્ટ્રો કાર એક નાની ગલીમાં આવે છે તેની બારીમાંથી એક મહિલા બહાર આવે છે અને નવજાત બાળકને એક ઘરની બહાર મુકીને ત્યાંથી કાર સાથે ફરાર થઇ જાય છે.

કોતવાલી પોલીસ સ્ટેશન ઓફિસરે ગુરૂવારે કહ્યું કે , સીસીટીવીમાં જે કાર દેખાઇ રહી છે તેની પર હરિયાણાની નંબર પ્લેટ છે. દેખાતી મહિલાનો ચહેલો ધૂંધળો દેખાય છે.

ચીફ મેડિકલ ઓફિસરે પોતાના નિવેદનમાં કહ્યું કે, સાંજે ઘરની બહાર મુકેલી બાળકીનો જ્યારે રડવાનો અવાજ પાડોશીઓને આવ્યો ત્યાર બાદ તેને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. અત્યારે તેની સારવાર ચાલી રહી છે અને હાલત ગંભીર છે. અમને આશા છે કે તે સારી થઇ જશે.

(9:26 am IST)