મુખ્ય સમાચાર
News of Friday, 8th June 2018

દક્ષિણ ગુજરાતમાં હવે ધોધમાર વરસાદ નહીં પડેઃ સિસ્‍ટમ નબળી પડી

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હતી. પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલ નબળી પડતા હવે ધોધમાર વરસાદ નહીં પડે તેવું હવામાન ખાતાઅે જાહેર કર્યુ છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ હવે નબળી પડી છે અને એની દિશા બદલાતાં હવે ધાર્યા પ્રમાણે વરસાદ નહીં પડે. હવામાન વિભાગ દ્વારા અગાઉ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી.

હવે દક્ષિણ ગુજરાતમાં ભારે કરતાં ઓછો વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયલી સિસ્ટમ ગુજરાત તરફ આવતી હતી, પરંતુ આજે આ સિસ્ટમ નબળી પડી છે અને એની દિશા પણ બદલાઈ ગઈ છે. આ સિસ્ટમ પર હવામાન વિભાગ મોનિટરિંગ કરી રહ્યું છે. હવે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ઓછો વરસાદ પડશે, એટલે કે સિસ્ટમ નબળી પડતાં ધાર્યા પ્રમાણે વરસાદ નહિ પડે.

અત્યારે તો દક્ષિણ ગુજરાતમાં ધાર્યા કરતાં ઓછો વરસાદ પડશે, પણ હવામાન ખાતા દ્વારા દેશમાં અને ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી હતી.

મુંબઈમાં વરસાદની પધરામણી થઈ ગઈ છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે ટ્રેન અને વિમાનીસેવાને અસર પહોંચી છે. વરસાદને કારણે મુંબઈના દાદર, પરેલ, કફ પરેડ, બાંદ્રા, બોરીવલી અને અંધેરી જેવા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટે આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની ચેતવણી આપી છે.

વરસાદને કારણે વીજળીપુરવઠો ખોરવાઈ જવાને કારણે મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનની સેવાને અસર પહોંચી છે. એટલું જ નહીં મુંબઈ આવતી અનેક ટ્રેનો મોડી ચાલી રહી છે. ભારે વરસાદના કિસ્સામાં અધિકારીઓએ તમામ સ્કૂલો ખુલ્લી રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે, જેથી લોકોને બચાવીને ત્યાં ખસેડી શકાય.

ચોમાસું આજે ગોવા અને કોંકણ કિનારે આજે પહોંચ્યું છે અને 9થી 11 જૂન વચ્ચે ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઓડિશામાં ચોમાસું બેસવાની આશા સેવવામાં આવે છે. આગામી 24 કલાકમાં મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના આંતરિક ભાગોમાં ચોમાસા માટે અનુકૂળ માનવામાં આવે છે.

(12:00 am IST)