મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

પાક.માં પ્રથમવાર હિંદુ મહિલાએ સીએસએસની પરીક્ષા પાસ કરી

સિંધ પ્રાંતની સના રામચંદ એમબીબીએસ ડોક્ટર છે : સિંધના શિકારપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી સના પાકિસ્તાન પ્રશાસનિક સેવામાં ફણ પસંદગી પામી

નવી દિલ્હી, તા. : પાકિસ્તાનમાં પહેલી વખત કોઈ હિંદુ મહિલાએ દેશની પ્રતિષ્ઠિત કેન્દ્રીય સર્વોચ્ય સેવા (સીએસએસ)ની પરીક્ષા પાસ કરી છે અને તેઓ પાકિસ્તાન પ્રશાસનિક સેવા (પીએએસ)માં પસંદગી પામ્યા છે.

પાકિસ્તાનની સૌથી વધારે હિંદુ વસ્તી ધરાવતા સિંધ પ્રાંતના શિકારપુર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતી સના રામચંદ એમબીબીએસ ડોક્ટર છે. તે સીએસએસની પરીક્ષા પાસ કરનારા ૨૨૧ ઉમેદવારોમાં સ્થાન પામી છે. કુલ ૧૮,૫૫૩ પરીક્ષાર્થીઓએ લેખિત પરીક્ષા આપી હતી જેમાં ડિટેઈલ્ડ મેડિકલ એક્ઝામ, સાઈકોલોજિકલ એક્ઝામ અને ઈન્ટરવ્યુ બાદ ફાઈનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રિઝલ્ટ જાહેર થયા બાદ સનાએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'વાહે ગુરૂજી કા ખાલસા વાહે ગુરૂ જી કી ફતેહ.' વધુમાં લખ્યું હતું કે, 'મને જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે, અલ્લાહના ફજલથી મેં સીએસએસ ૨૦૨૦ની પરીક્ષા પાસ કરી લીધી છે અને ઁછજી માટે મારી પસંદગી થઈ છે. આનો સંપૂર્ણ શ્રેય મારા માતા-પિતાને જાય છે.'

સના રામચંદ પહેલા એવા હિંદુ મહિલા છે જે સીએસએસની પરીક્ષા બાદ પીએએસ માટે પસંદગી પામ્યા છે. સનાએ સિંધ પ્રાંતની ચંદકા મેડિકલ કોલેજમાંથી સ્મ્મ્જી કર્યું હતું અને સિવિલ હોસ્પિટલ કરાચીમાં હાઉસ જોબ પૂરી કરી હતી. હાલ તેઓ સિંધ ઈન્સ્ટિટ્યુટ ઓફ યુરોલોજી એન્ડ ટ્રાન્સપરેન્ટ ખાતે એફસીપીએસનો અભ્યાસ કરી રહ્યા છે અને જલ્દી સર્જન બનવાના છે.

(7:41 pm IST)