મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

દેશમાં કોરોનાના 4,01 લાખથી વધુ કેસ નોંધાયા : 3,19 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા લ: રેકોર્ડબ્રેક 4191 લોકોના મોત : 37,21 લાખથી વધુ એક્ટીવ કેસ

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 54,022 નવા કેસ, કર્ણાટકમાં 48,781 કેસ,કેરળમાં 38,460કેસ , ઉત્તર પ્રદેશમાં 27,763 કેસ, તામિલનાડુમાં 26,465 કેસ, આંધ્રપ્રદેશમાં 17,161 કેસ, દિલ્હીમાં 19,832 કેસ, રાજસ્થાનમાં 18,231 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,216 કેસ, છત્તીસગઢમાં 13,628 કેસ, ગુજરાતમાં 12,064 કેસ,બિહારમાં 13,446 કેસ, હરિયાણામાં 13,867 કેસ, મધ્યપ્રદેશમાં 11,708 કેસ, ઓરિસ્સામાં 12,238 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 4,01,228 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 4191 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.38,265 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 4,01,228 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,18,86,618 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 37,21,769એ પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 3,19,669 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.79,17,085 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 54,022 નવા કેસ નોંધાયા છે જયારે કર્ણાટકમાં 48,781 કેસ,કેરળમાં 38,460કેસ , ઉત્તર પ્રદેશમાં 27,763 કેસ, તામિલનાડુમાં 26,465 કેસ, આંધ્રપ્રદેશમાં 17,161 કેસ, દિલ્હીમાં 19,832 કેસ, રાજસ્થાનમાં 18,231 કેસ, પશ્ચિમ બંગાળમાં 19,216 કેસ, છત્તીસગઢમાં 13,628 કેસ, ગુજરાતમાં 12,064 કેસ,બિહારમાં 13,446 કેસ, હરિયાણામાં 13,867 કેસ, મધ્યપ્રદેશમાં 11,708 કેસ, ઓરિસ્સામાં 12,238 કેસ  નોંધાયાછે

(9:41 am IST)