મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

5G ટેસ્ટિંગના લીધે લોકોના મોત થઇ રહ્યાનો દાવો: વાયરલ મેસેજ ખોટો હોવાનું ખુલ્યું

PIB દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેક દરમિયાન વાયરલ થયેલો આ મેસેજ ખોટો હોવાનું સાબિત

 નવી દિલ્હી : તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, 5G નેટવર્કના કારણે કોરોનાના દર્દીઓના મોત થઈ રહ્યા છે. વાયરલ થયેલા ઓડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, 5G ટેસ્ટિંગની જાણકારી તમામને આપવામાં આવ નથી અને તેના કારણે લોકોના અચાનક મૃત્યુ થઇ રહ્યા છે જો કે, PIB દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેક દરમિયાન વાયરલ થયેલો આ મેસેજ ખોટો હોવાનું સાબિત થયું  છે

 

(12:49 am IST)