મુખ્ય સમાચાર
News of Saturday, 8th May 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત : 24 કલાકમાં નવા 54,022 કેસ નોંધાયા : વધુ 898 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં વધુ 37386 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યા છે,ભારતમાં કોરોનાની બીજી લહેરે ઘાતક નિવડી રહી છે. મહારાષ્ટ્રમાં કડક લોકડાઉન અમલી બનાવ્યા બાદ પણ કોરોનાથી મોત ઘટી નથી રહ્યું .મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસો 54,022 નોંધાયા છે, જયારે 898નાં મોત નિપજ્યાં છે.

કોરોના વાયરસ ઘાતક નીવડી રહ્યો છે.મહારાષ્ટ્રમાં કોરોનાથી મોતના આંકડા ઘટી નથી રહ્યા તે ચિંતાજનક બાબત છે. મહારાષ્ટ્રમાં કોરોનાના નવા સંકમણના કેસો અપડાઉ થાય છે. કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે.પરતું તે આંકડો સતત ઘટતો નથી.કયારે નવા કેસો વધે છે તો ક્યારેક ઘટે છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 54,022 કોરોના કેસ નોંધાયા છે. જયારે કોરોનાને માત આપીને સાજા થનાર દર્દીઓ 37,386 છે.જયારે 24 કલાકમાં કોરોનાથી મોત થયેલાની સંખ્યા 989 છે. રાજ્યમાં અત્યાર સુધી 49,96,758 કેસો છે. જયારે 42,65,326 લોકોએ કોરોનાને હરાવીને સાજા થયાં છે. 6,54788 એકટીવ કેસો છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી કુલ 74,413 લોકો મોત થઇ છે

(12:00 am IST)