મુખ્ય સમાચાર
News of Wednesday, 8th May 2019

ચોકીદાર ચોર નિવેદન પર રાહુલની બિન શરતી માફી

સુપ્રીમ કોર્ટમાં ત્રીજી એફિડેવિટ દાખલ કરી : અગાઉ બે વારની એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટના હવાલાથી ચોકીદાર ચોર હે નિવેદન પર રાહુલે માફી માંગી ન હતી

નવીદિલ્હી, તા.૮: રાફેલ કેસમાં સુપ્રીમ કોર્ટના હવાલાથી પોતાના ''ચોકીદાર ચોર હૈ'' નિવેદનને લઇ ચાલી રહેલ કેસમાં અવમાનન અરજીના સિલસિલામાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની કોઇપણ પ્રકારની શરત વગર માફી માંગી લીધી છે. કેસની શુક્રવારની રોજ સુનવણી થવાની છે પરંતુ તેની પહેલાં જ બુધવારના રોજ એટલે કે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ૩ પાનાની નવી એફિડેવિટ રજૂ કરી પોતાના નિવેદન પર કોઇપણ પ્રકારની શરત વગર માફી માંગી લીધી છે. તેમણે કહ્યું કે અજાણતા તેમણે કોર્ટના હવાલે ''ચોકીદાર ચોર હૈ''  નિવેદન આપી દીધું, તેમનો એવો ઇરાદો નહોતો. આની પહેલાં પણ રાહુલ ગાંધી બે એફિડેવિટ દાખલ કરી હતી. પરંતુ નિવેદન પર માફી માંગી નહી, પરંતુ ખેદ વ્યકત કર્યો હતો. ત્યરબાદ સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવતા બિન શરતી માફી માંગવી પડી છે.

વાત એમ છે કે રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના હવાલે શ્નચોકીદાર ચોર હૈ કહ્યું હતું. ગાંધીના આ નિવેદનને સુપ્રીમ કોર્ટમાં અવમાનના ગણાવતા ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જો કે ૧૦મી એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટે સરકારની આપત્ત્િ।ઓને નજરઅંદાજ કરતાં રાફેલ મામલામાં રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજોના આધાર પર સુનવણી કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું કે ચોકીદાર ચોર છે.

લેખીની અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટે રાહુલ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું હતું. ત્યારબાદ તેમણે ખેદ વ્યકત કરતાં કહ્યું હતું કે ચૂંટણીના જોશમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. રાહુલે ભવિષ્યમાં કોર્ટના હવાલેથી આવી કોઇ પણ વાત નહીં કહેવાની પણ વાત કહી, જેને કોર્ટેના કહી હોય. રાહુલની પહેલી એફિડેવિડટ પર સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ નહોતું. ત્યારબાદ તેમણે બીજી એફિડેવિટ રજૂ કરી. ૨૨ પેજની બીજી એફિડેવિટમાં એક જગ્યાએ બ્રેકેટમાં 'ખેદ'શબ્દ લખવા પર સુપ્રીમ કોર્ટે આકરું વલણ અપનાવ્યું. ત્યારબાદ આખરે રાહુલે ત્રીજી એફિડેવિટ દાખલ કરીને બિન શરતી માફી માંગી છે.

(2:47 pm IST)