મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

યુપીના પાટનગરમાં ખતરનાક સ્થિતિ: સ્મશાન ગૃહે લાઇનો લાગી : આઠથી દસ કલાકે મૃતદેહનો અગ્નિદાહ માટે વારો આવે છે: ટોકન સિસ્ટમ્સ દાખલ કરવી પડી

લખનઉમાં ખૂબ જ ગંભીર સ્થિતિ પ્રવર્તે છે. ઉત્તર પ્રદેશના પાટનગરમાં કોરોના નો ખોફ વધતો જ જાય છે, ત્યારે ટીવી-નાઇન ભારત વર્ષના વરિષ્ઠ પત્રકાર સમીર અબ્બાસે ટ્વિટ કરીને જણાવ્યું છે સ્મશાન ગૃહની બહાર લાંબી કતારો લાગી ગઇ છે:  મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે આઠથી દસ કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે. તંત્રને ટોકન સિસ્ટમ્સ લાગુ કરવાની ફરજ પડી છે. કોરોના કહેર બનીને તૂટી પડ્યો છે, ખૂબ જ સાવધાન રહેવા તેમણે વિનંતી કરી છે.

(11:32 pm IST)