મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

શોપિયાંમાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર કરાયા : એક સુરક્ષાકર્મી ઘાયલ

બાબા વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની સૂચના બાદ સુરક્ષા દળે ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવ્યું

શોપિંયાં : જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં સેના અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ આંતકીઓને ઠાર કર્યા હતા જ્યારે એક સુરક્ષાકર્મી ઘાયલ થઈ ગયો છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, બાબા વિસ્તારમાં આતંકીઓ છૂપાયા હોવાની સૂચના મળ્યા બાદ સુરક્ષા દળે તે વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરું કરી દીધું હતું. જેના પર સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરતા અથડામણ શરુ થઈ ગઈ હતી. ગોળીબારમાં એક જવાન ઘાયલ થઈ ગયો છે. અધિકારીના જણાવ્યા અનુસાર કાર્યવાહીમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે

(11:20 pm IST)