મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

દેશમાં કોરોનાના કેસમાં ભયજનક ઉછાળો :છેલ્લા 24 કલાકમાં 1.31 લાખથી વધુ કેસ:802 લોકોના મોત

એક્ટિવ કેસની સંખ્યા 9. 74 લાખને પાર પહોંચી : કુલ મૃત્યુઆંક 1.67,694 થયો

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના 1.31 લાખથી વધુ  નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 802 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ  સંખ્યા પણ નવ લાખ 74 હજારને પાર  પહોંચી છે એક જ દિવસમાં 1.31 લાખથી વધુ નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.30,57,863 થઇ છે છેલ્લા 24 કલાકમાં 61,797 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.19,10,709 લોકોએ કોરોનાને મહાત આપી છે

(11:57 pm IST)