મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

મહારાષ્ટ્ર પર કોરોનાનો તૂટશે મહાકહેર: 30 એપ્રિલ સુધી એક્ટિવ કેસની સંખ્યા 11 લાખને પાર પહોંચશે

કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર ઉપર ફેલાયેલ આ ભયંકર ખતરાને વ્યક્ત કર્યો

મુંબઈ : દેશભરમાં કોરોનાના કેસ મહારાષ્ટ્રમાં 50%થી વધુ છે. તમામ પ્રતિબંધો હોવા છતાં દરરોજ નવા રેકર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે અને સ્થિતિ જો આમને આમ જ ચાલુ રહેશે તો એક અંદાજ અનુસાર 30 એપ્રિલ સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા એકલા 11 લાખ પાર થઈ જશે. કેન્દ્ર સરકારે બુધવારે મહારાષ્ટ્ર ઉપર ફેલાયેલ આ ભયંકર ખતરાને વ્યક્ત કર્યો છે.

 આ આંકડો એટલા માટે ચિંતા જનક છે કારણ કે જ્યારે દેશમાં કોરોનાનો પ્રથમ તબક્કો ચરમ સીમાએ હતો, ત્યારે દેશમાં કોરોના કેસની સંખ્યા 11 લાખ હતી અને જો મહારાષ્ટ્રે વધુ સખ્તાઈ ન દાખવી તો એકલું મહારાષ્ટ્ર રાજ્ય જ 11 લાખ વાળા દર્દીઓનું રાજ્ય બની રહેશે.

એક મીડિયાના અહેવાલ મુજબ રાજ્યની હોસ્પિટલોમાં અત્યારથી જ બેડની કમી વરતાવા લાગી છે અને ઓક્સિજનની ઘટ પણ પડવા મંડી છે. રાજ્યમાં અત્યારે 5 લાખ કેસોના 40 ટકા જ હોસ્પિટલોમાં ભરતી છે. પરંતુ 80 ટકા આઈસોલેશન બેડ ભરાઈ ચૂક્યા છે.

(11:08 pm IST)