મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

ઓનલાઇન રમી રમવા પર કેરાલા સરકારે મુકેલા પ્રતિબંધમાં હસ્તક્ષેપ કરવાનો હાઇકોર્ટનો ઇન્કાર : ચાર ગેમિંગ કંપનીઓએ પ્રતિબંધ ઉઠાવવા કરેલી માંગણીનો હાલની તકે કેરાલા હાઇકોર્ટ દ્વારા અસ્વીકાર

કેરળ : ઓનલાઇન રમી રમવા પર કેરાલા સરકારે મુકેલો  પ્રતિબંધ ઉઠાવી લેવા માટે ચાર ગેમિંગ કંપનીઓએ કેરાલા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.જેના અનુસંધાને ચાર ગેમિંગ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા પડકાર પર, ન્યાયમૂર્તિ એન નાગરેશની સિંગલ બેંચે હાલની તકે જાહેરનામામાં  હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો છે.

કંપનીના એડવોકેટે રજુઆત કરી હતી કે પોલીસ દ્વારા કરવામાં આવતી કોઈપણ આકરી કાર્યવાહીથી કંપનીને ન પૂરાય તેવા નુકસાન થશે, તેવી રજૂઆત કરવા પર,નામદાર કોર્ટે એવું કઈ થાય તો વેકેશનમાં પણ રજુઆત કરી શકવા મંજૂરી આપી હતી.કારણકે કેસનો નિકાલ થવાનો બાકી છે.

આજે સુનાવણીમાં, ઓનલાઇન  રમી રમાડતી કંપનીઓના સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ કંપનીઓ વતી રજૂઆત કરી હતી કે, ફિઝિકલ રમી રમવા ઉપર પ્રતિબંધ નથી મુકાયો જયારે ઓનલાઇન રમવા ઉપર મુકાયેલો પ્રતિબંધ ગેરકાયદે ગણાય.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)