મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

ગેરકાયદે વસૂલી માટે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબે ટાર્ગેટ આપ્યાનો આક્ષેપ

સચિન વાઝેની કસ્ટડી નવ એપ્રિલ સુધી વધારાઈ : લેખિત નિવેદનમાં વાઝેએ એમ પણ કહ્યું હતું કે વસૂલી કાંડની અનિલ દેશમુખના પીએને સંપૂર્ણ જાણકારી હતી

મુંબઈ, તા. : એન્ટીલિયા કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) બુધવારે ભૂતપુર્વ એપીઆઈ સચિન વાઝેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીની માંગના આધારે કોર્ટે વાઝેની કસ્ટડી એપ્રિલ સુધી લંબાવી દીધી છે. કોર્ટ સમક્ષ રજૂ થતી વખતે સચિન વાઝેએ એક લેખિત નિવેદન આપ્યું હતું.

નિવેદન તેમણે એનઆઈએની કસ્ટડી સમયે આપ્યું હતું. તેમાં સચિન વાઝેને મહારાષ્ટ્રના ભૂતપુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર અનિલ પરબ પર પણ ગેરકાયદેસર વસુલી માટે કહેવાનો આરોપ લગાવ્યો હતો.લેખિત નિવેદનમાં વાઝેએ એમ પણ કહ્યું હતું કે વસૂલી કાંડની અનિલ દેશમુખના પીએને સંપૂર્ણ જાણકારી હતી. સચિન વાઝેએ પોતાના નિવેદનમાં કહ્યું કે એનસીપી ચીફ શરદ પવારે તેમની બહાલીનો વિરોધ કર્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે તેમની નિમણૂંકને રદ્દ કરવામાં આવે.

સચિન વાઝેએ એનઆઈએને પણ એક નિવેદનમાં કહ્યું હતું કે મે જૂન ૨૦૨૦ના રોજ ફરી નોકરી પર જોડાયો હતો. મારી ડ્યુટી જોઈનિંગથી શરદ પવાર ખુશ હતા. તેમણે મને ફરી વખત સસ્પેન્ડ કરવા માટે કહ્યું. વાત મને અનિલ દેશમુખે પોતેએ કહી હતી. તેમણે મને પવાર સાહેબને મનાવવા માટે કરોડ રૂપિયા પણ માંગ્યા હતા. આટલી મોટી રકમ આપવી મારા માટે શક્ય હતી. ત્યારબાદ ગૃહમંત્રીએ રકમ બાદમાં ચુકવવા કહ્યું હતું. ત્યારબાદ મારી પોસ્ટીંગ મુંબઈના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ (સીઆઈયુ)માં થઈ.

સચિન વાઝેએ મંત્રી અનિલ પરબ પર આરોપ લગાવતા કહ્યું કે ત્યારબાદ ઓક્ટોબર ૨૦૨૦માં અનિલ દેશમુખે મને સહાદ્રિ ગેસ્ટ હાઉસ બોલાવ્યો. તે અગાઉ જુલાઈ-ઓગસ્ટ ૨૦૨૦માં મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબે મને તેમના સરકારી બંગ્લા પર બોલાવ્યો હતો. સપ્તાહે ડીસીપી પર પોસ્ટિંગને લઈ ઈન્ટર્નલ ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો. વાઝેએ વધુમાં જણાવ્યું હતું કે મીટિંગ સમયે અનિલ પરબે મને કહ્યું સબૂત (સાયફી બ્રુહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ) કંપ્લેન્ટ પર ધ્યાન આપો. જે એક પ્રીલિમિનરી સ્ટેજ પર હતી. સાથે મને કહેવામાં આવ્યું કે હું સબૂતના ટ્રસ્ટી સાથે તપાસ બંધ કરવા અંગે સોદાબાજી કરું અને માટે ૫૦ કરોડ રૂપિયાની માંગ કરું.તેમણે રકમ માટે પ્રાથમિક વાતચીત કરવા માટે કહ્યું, પણ મે આમ કરવાનો ઈક્નાર કરી દીધો. કારણ કે હું સબૂતમાંથી કોઈને પણને જાણતો હતો અને તપાસ સાથે મારે કોઈ લેવા દેવા હતી.

અનિલ પરબ સાથે અન્ય એક મુલાકાતનો ઉલ્લેખ કરતા વાઝેએ કહ્યું કે જાન્યુઆરી,૨૦૨૦માં મંત્રી અનિલ પરબે મને સરકારી બંગ્લા પર બોલાવ્યો અને બીએમસીમાં લિસ્ટેડ પ્રૃડ્યુલન્ટ કોન્ટ્રેક્ટર સામે તપાસની કમાન સંભાળવા માટે કહ્યું.મંત્રી અનિલ પરબેએ રીતે ૫૦ લિસ્ટેડ કંપનીઓમાં દરેક કંપની પાસેથી કરોડ રૂપિયા લેવા કહ્યું હતું. કારણ કે એક ફરિયાદ પર કંપનીઓ સામે તપાસ ચાલી રહી હતી, જે શરૂઆતી તબક્કામાં હતી.

જાન્યુઆરી ૨૦૨૧માં ગૃહમંત્રી અનિલ દેશમુખે મને સરકારી બંગલા પર બોલાવ્યો હતો. ત્યારે તેમના પીએ કુંદન પણ ત્યાં ઉપસ્થિત હતા. તાત્કાલિક રીતે મુંબઈમાં ૧૬૫૦ પબ, બાર પાસેથી પ્રત્યેક મહિને લાખ રૂપિયાનું કલેક્શન કરવાની વાત કહી હતી. તે સમયે મે ગૃહમંત્રી અનિલ દેશમુખને કહ્યું કે શહેરમાં ૧૬૫૦ બાર નથી ફક્ત ૨૦૦ બાર છે.

વધુમાં સચિન વાઝેએ કહ્યું કે મે ગૃહમંત્રીને રીતે બાર પાસેથી નાણાં મેળવવાને લઈ ઈક્નાર કરી દીધો હતો. કારણ કે મે તેમને કહ્યું હતું કે મારી ક્ષમતાથી બહારની વાત છે. ત્યારે ગૃહમંત્રીના પીએ કુંદને મને કહ્યું હતું કે જો હું મારી જોબ અને પોસ્ટ બચાવવા ઈચ્છતો હોય તો કરે કે જે ગૃહમંત્રી કહી રહ્યા છે. પત્રના અંતમાં વાઝેએ કહ્યું કે ત્યારબાદ મે તે સમયના કમિશ્નર પરમબીર સિંહને સંપૂર્ણ વાત કહી હતી. અને એમ પણ કહ્યું હતું કે આગામી સમયમાં મને કોઈ વિવાદમાં ફસાવી દેવામાં આવશે. ત્યારબાદ પરમબીર સિંહે મને કોઈ પણ ગેરકાયદેસર વસુલીની કામગીરીમાં સામેલ નહીં થવા કહ્યું હતું. પત્રમાં છેલ્લે વાઝેએ લખ્યું- જજ સાહેબ હું તમામ વાત તમારી સમક્ષ એટલા માટે રજૂ કરી રહ્યો છું કે જેથી હું ઈચ્છું છું કે મને ન્યાય મળે.

સચિન વાઝેના ખુલાસા બાદ ભૂતપુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ ઉપરાંત ટ્રાન્સપોર્ટ મંત્રી અનિલ પરબ સામે પણ મુશ્કેલી વધી રહી છે. ભાજપને ફરીથી મહારાષ્ટ્ર સરકારને ઘેરવાની તક મળી ગઈ છે. વાઝેનું નિવેદન મુંબઈના ભૂતપુર્વ કમિશ્ચન પરમબીર સિંહના દેશમુખ પર લગાવેલ રૂપિયા ૧૦૦ કરોડની વસુલીના આરોપની પુષ્ટી કરે છે. દરમિયાન કેસની તપાસ માટે સીબીઆઈની ટીમ મુંબઈ પહોંચી ચુકી છે. સાથે એવું માનવામાં આવે છે કે કેટલાક કલાકમાં તે સચિન વાઝેની પૂછપરછ કરી શકે છે. વજેના ખુલાસા બાદ હવે સીબીઆઈની રડાર પર મંત્રી અનિલ પરબ પણ આવી ચુક્યા છે.

વાઝેના આરોપ બાદ મંત્રી અનિલ પરબ મીડિયા સમક્ષ આવ્યા હતા અને કહ્યું હતું કે મારી બે દિકરીની સોગંદ ખાઉં છું, હું બાલાસાહેબની સોગંદ ખાઉં છું, મારી સામે લગાવવામાં આવેલા તમામ આરોપ ખોટા છે. મને બદનામ કરવા માટેનો પ્રયાસ છે. ભાજપના નેતા બે-ત્રણ દિવસથી બુમો પાડી રહ્યા હતા. તેઓ વધુ એક શિકારની વાત કરી રહ્યા હતા. તેમને અંગે અગાઉથી જાણ હતી. ભાજપને અગાઉથી ખબર હતી કે સચિન વજે આજે એક પત્ર આપનારા છે, તેમાં તેઓ ત્રીજી વિકેટ લેશે જેવી વાત કરતા હતા. પરબે કહ્યું કે સચિન વાઝેએ અગાઉ મારું નામ શાં માટે લીધુ? તેમણે હવે પત્ર લખ્યો છે. બાબત સાબિત કરે છે કે તેઓ સરકારને બદનામ કરવા ઈચ્છે છે. હું કેસમાં કોઈ પણ તપાસ તથા નાર્કો ટેસ્ટમાંથી પસાર થવા તૈયાર છું.

(7:47 pm IST)