મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

આવતીકાલે રાજકોટ આવતા વિજયભાઈ રૂપાણી : ૧૧ વાગ્યે કલેકટર કચેરીએ તાકીદની મીટિંગ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સવારે રાજકોટ આવી રહ્યા છે તેઓ ૧૦.૪૫ કલાકે રાજકોટ આવશે અને સિદ્ધા કલેકટર ઓફિસે તાકિદની મિટિંગમાં ભાગ લેશે. સવારે ૧૧ થી ૧ સુધી મીટીંગ ચાલશે. કોરોનાનો વ્યાપ અચાનક વીજળી ઝડપે ફેલાતા મુખ્યમંત્રીશ્રી આ અંગે માર્ગદર્શન આપવા અને કેટલાંક પગલાં માટે રાજકોટ આવી રહ્યાનું જાણવા મળે છે.

(6:26 pm IST)