મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

લોકોમાં માથાના દુખાવાની સમસ્યા વધી

કમ્પ્યુટરનો મહત્તમ ઉપયોગ માથાના દુખાવાનું કારણ બને છે

આંખને આરામની જરૂર હોવા છતાં પણ જો કમ્પ્યુટર પર સતત કામ કરવામાં આવે તો આંખો પર ભાર લાગવા લાગે છે

નવી દિલ્હી, તા.૮: આજના સમયમાં કમ્પ્યૂટર મોટાભાગના લોકોના જીવનમાં મહત્વનો ભાગ બની ગયો છે. સોશ્યલ મીડિયા, ઓફિસ વર્ક, નેટ સર્ફિંગ જેવા દરેક કામ માટે કમ્પ્યૂટર મહત્વનું બની ગયું છે. નિયમિત કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાને કારણે ક્યારેક માથામાં ખૂબ જ દુખાવો થવા લાગે છે. મોટાભાગના લોકોને પ્રશ્ન રહે છે કે શા માટે માથામાં આટલો દુખાવો થાય છે. કમ્પ્યૂટરનો મહત્તમ ઉપયોગ માથાના દુખાવાનું કારણ બને છે.

 આંખો પર ભાર પડવો-તમને લાગતુ હશે કે કમ્પ્યૂટર પર કામ કરવું એક સામાન્ય બાબત છે. પરંતુ આ સામાન્ય બાબત નથી. વેરીવેલહેલ્થ અનુસાર મોનિટર અને આપણી આંખ વચ્ચેના અંતરને વર્કિંગ ડિસ્ટન્સ કહેવામાં આવે છે. કમ્પ્યૂટર પર સતત કામ કરવાને કારણે થોડાક સમય બાદ આંખને આરામની જરૂર પડે છે. સ્ક્રીનથી દૂર થોડાક સમય માટે નજર ફેરવવી જરૂરી છે. જેને રેસ્ટિંગ પોઈન્ટ કહેવામાં આવે છે. આંખને આરામની જરૂર હોવા છતાં પણ જો કમ્પ્યૂટર પર સતત કામ કરવામાં આવે તો આંખો પર ભાર લાગવા લાગે છે. આંખોને આરામ ન મળવાને કારણે માથાનો દુખાવો થાય છે.

કમ્પ્યૂટરની આસપાસ આવતા તેજ પ્રકાશને કારણે આંખોને આરામ નથી મળતો. જેમકે, બારીમાંથી આવતો વધુ પડતો તડકો, ઓફિસની ઓવરહેડ ફ્લોરોસેંટ લાઈટ અને ડેસ્ક લેમ્પમાંથી આવતો પ્રકાશ. આ પ્રકારનો વધુ પડતો પ્રકાશ માથાના દુખાવાનું કારણ બની શકે છે.

કમ્પ્યૂટરની સામે યોગ્ય રીતે ન બેસવાને કારણે માથાનો દુખાવો થઈ શકે છે. અયોગ્ય મુદ્રામાં સૂઈને અથવા અયોગ્ય રીતે બેસવાથી સર્વાઈકલ નેક પર સ્ટ્રેસ પડે છે. જેથી સ્ટ્રેસ પડવાને કારણે તમારી આંખોમાં અને માથામાં દુખાવો થવા લાગે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સતત મોબાઈલનો ઉપયોગ અને વાઈફાઈના ઉપયોગના કારણે માઈગ્રેન થઈ શકે છે. મોબાઈલને માથા પાસે ન રાખવો અને જરૂરિયાત ન હોય ત્યારે વાઈફાઈ બંધ કરી દેવું.

(4:16 pm IST)