મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

રસી લીધા બાદ બે દિવસ સુધી તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો

રસી બાદ સિગારેટ અને દારૂનું સેવન ન કરો : કોરોનાના કેસ ફરીથી એકવાર ઝડપથી વધવા લાગ્યા છે, એવામાં રસીકરણનું અભિયાન પણ પુરજોશમાં ચાલુ છે

નવી દિલ્હી, તા.૮: જો તમે રસી મૂકાવી હોય તો તરત કામ પર જવાથી બચો. રસી મૂકાવ્યા બાદ ઓછામાં ઓછા ૨-૩ દિવસ સુધી આરામ કરો. કેટલાક લોકો રસી લીધા બાદ તો કેટલાક લોકો ૨૪ કલાક બાદ સાઈડ ઈફેક્ટ મહેસૂસ કરે છે. આથી રસી લીધા બાદ ઓછામાં ઓછા બે દિવસ સુધી તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.  જો તમે હાલમાં જ રસીનો પહેલો ડોઝ લીધો હોય તો ભીડભાડવાળી જગ્યા પર જવાથી બચજો. જ્યાં સુધી રસીના બંને ડોઝ ન મૂકાઈ જાય ત્યાં સુધી તમારી સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખો. જો કે રસીના બે ડોઝ લીધા પછી પણ તમારે પ્રોટોકોલનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. કોરોના સંક્રમણ એકવાર ફરીથી ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવામાં ભલે તમે રસી મૂકાવી હોય પરંતુ ટ્રાવેલિંગથી બચવું જોઈએ. અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની ગાઈડલાઈનમાં રસી મૂકાવ્યા બાદ પણ મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.

જો તમે સિગરેટ અને દારૂ પીતા હોવ તો રસી મૂકાવ્યા બાદ તેનાથી અંતર જાળવો. ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી બિલકુલ દારૂનું સેવન ન કરો. આ ઉપરાંત પણ તમારે બહારના અને તળેલા ખાવાનાથી અંતર જાળવવું જોઈએ. જો તમને પહેલેથી કોઈ એલર્જીની સમસ્યા હોય તો તમારે વધારે સાવધાન રહેવાની જરૂર છે. રસી મૂકાવ્યા બાદ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કોઈ પણ પ્રકારની મુશ્કેલી મહેસૂસ થાય તો ડોક્ટરનો તરત સંપર્ક કરો. રસી મૂકાવ્યા બાદ પણ તમારે માસ્ક લગાવવાની એટલી જ જરૂર છે જેટલી રસી મૂકાવતા પહેલા જરૂર હતી. રસીના બંને ડોઝ મૂકાવ્યા બાદ જ શરીરમાં એન્ટીબોડી બને છે.

આથી જરા અમથી બેદરકારીથી તમે રસી મૂકાવ્યા બાદ પણ કોરોનાની ઝપેટમાં આવી શકો છો. રસી મૂકાવ્યા પહેલા અને ત્યારબાદ પોતાને ડાઈડ્રેટેડ રાખો. તમારા ડાયેટમાં ખુબ શાકભાજી, ફળો અને નટ્સ સામેલ કરો. આ ઉપરાંત ખુબ પાણી પણ પીવો. તેનાથી શરીર અંદરથી મજબૂત રહેશે.  રસી મૂકાવ્યા બાદ હાથમાં દુખાવો થવો સામાન્ય છે. આથી જો તમે રસી મૂકાવી હોય તો થોડા દિવસ માટે વર્કઆઉટ ન કરવું જોઈએ. નહીં તો હાથનો દુખાવો વધી શકે છે.

(4:12 pm IST)