મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

પીએમ મોદીને વેકસીનનો બીજો ડોઝ આપનાર નર્સને પીએમએ શું પૂછયું ?

પ્રથમ ડોઝ આપનાર પોંડીચેરીની નર્સ પી. નિવેદા આજે હાજર રહી હતી

નવી દિલ્હી, તા. ૮ :. વડાપ્રધાન મોદીએ દિલ્હી સ્થિત એઈમ્સમાં દેશી કોરોના વેકસીન કોવેકસનો બીજો ડોઝ લીધો છે. આ વખતે તેમને પંજાબની નર્સ નીશા શર્માએ કોવેકસની રસી આપી હતી. જો કે પીએમને કોવિડ વેકસીનની પ્રથમ રસી આપનાર પોન્ડીચેરીની નર્સ પી. નિવેદા આજે પણ ઉપસ્થિત રહી હતી. મોદીએ પહેલી માર્ચે પહેલો ડોઝ લીધો હતો.

કોવેકસનો બીજો ડોઝ આપનાર એઈમ્સની નર્સ નિશા શર્માએ પીએમને મળીને ખુશી વ્યકત કરી હતી. તેણીએ કહ્યુ હતુ કે એ ક્ષણ યાદગાર બની ગઈ જ્યારે મેં પીએમને રસી લગાવી અને વડાપ્રધાને મારી સાથે વાતચીત પણ કરી હતી. અમને ઘણુ સારૂ લાગ્યું તેમને મળીને. તેમની સાથે થોડી વાતચીત પણ થઈ. તેમને પૂછયુ હતુ કે તમે કયાંથી છો. બાદમાં એક ફોટોગ્રાફસ પણ લીધો હતો. આ અમારા માટે યાદગાર ક્ષણ હતી.

નિશાએ કહ્યુ હતુ કે હું પંજાબના સંગરૂરની છું.

(3:42 pm IST)