મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

માસ્ક ન પહેરવા બદલ રીક્ષા ચાલકને બે કોન્સ્ટેબલે મારપીટ કરી : સસ્પેન્ડ

ઇન્દોર : મધ્યપ્રદેશના ઇન્દોરમાં માસ્ક ન પહેરવા ઉપર પોલીસે ગુંડા જેવો વ્યવહાર કર્યાની ઘટના સામે આવી છે. ફિરોઝ ગાંધી નગરમાં ઓટો ચાલક કૃષ્ણા સામે આવી છે. ફિરોઝ ગાંધી નગરમાં ઓટો ચાલક કૃષ્ણા સાથે કોસ્ટેન્બલ મહેશ પ્રજાપતિ અને ગોપાલ જાટ મારપીટ કરતા નજરે પડેલ.

પીડીત કૃષ્ણાના જણાવ્યા મુજબ માસ્ક ન પહેરવા ઉપર મારપીટ કરી હતી. જ્યારે પોલીસે જણાવેલ કે કૃષ્ણાને છુરાબાજીના મામલામાં પુછપરછ માટે લઇ જવાઇ રહેલ. ઘટનાનો વિડીયો વાયરલ થતા એસપી પૂર્વ આશુતોષે બન્ને કોન્સ્ટેબલને સસ્પેન્ડ દીધા હતા.

વાયરસ વિડીયોમાં બન્ને કોન્સ્ટેબલો કૃષ્ણાને જમીન ઉપર પછાડી ઘસડતા નજરે પડ્યા હતા. કૃષ્ણાનો પુત્ર અને પરિવારની મહિલાઓ મારપીટ ન કરવા આજીજી કરતી દેખાઇ છે. ઘટના સમયે ભીડ એકત્ર થઇ ગયેલ.

(3:41 pm IST)