મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

૩૧ને ભરખી ગયો કોરોના

શહેરમાં કોરોનાનો આતંકઃ નવા ૨૦૦ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૨૪ પૈકી પાંચ કોવીડ ડેથ થયાઃ સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૨૬૭ બેડ ખાલીઃ શહેરમાં હાલ ૧૮૬૩ દર્દીઓ સારવાર હેઠળઃશહેરનો કુલ આંક ૨૧,૨૦૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૧૮,૯૬૬ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૦.૩૦ ટકા થયો

 રાજકોટ તા. ૮: શહેર - જિલ્લામાં કોરોના   જેટ ગતીએ વધતો જાય છે. કેસ અને મૃત્યુનો આંકમાં સતત વધતા લોકોમાં ભારે ફફડાટ ફેલાય રહ્યો છે.છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૩૧ નાં મૃત્યુ થયા છે. જયારે બપોર સુધીમાં ૨૦૦ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૭નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૮નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૩૧ દર્દીઓએ દમ તોડી દીધો હતો.  ગઇકાલે ૨૪ પૈકી બે મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૨૬૭  બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૪૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે.જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૩૧ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાએ બેવડી સદી ફટકારી

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૦૦નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૧,૨૦૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૧૮,૯૬૬ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૮૦૫૨ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૯૫ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૯૦ ટકા થયો  હતો. જયારે ૧૬૪ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૭,૨૭,૮૧૮ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૧,૨૦૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૮૮ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૧૮૬૩  દર્દીઓ સારવાર હેઠળ છે.(

(3:22 pm IST)