મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

PM મોદીની આજે તમામ રાજયોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક

વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત કરવામાં આવશેઃ પીએમે આ પહેલા ૧૭ માર્ચે રાજયોના સીએમ સાથે મીટિં કરી હતી

નવી દિલ્હી, તા.૮: પીએમની આજે મુખ્યમંત્રીઓ સાથેની મીટિંગ મહામારી માટે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પીએમ દ્વારા આ બેઠક એવા સમયમાં આયોજિત કરવામાં આવી રહી છે જયારે દેશમાં કોરોનાની બીજી લહેર પોતાની ચરમ સીમા પર આવી છે. તેવામાં કોરોના પર કાબુ મેળવવા માટે રાજય સરકાર પોતાના સ્તર પર પ્રયાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આજે કોરોનાના ૧.૨૫ લાખથી વધારે નવા કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીમાં સૌથી વધારે આંકડા છે.

પીએમ નરેન્દ્રભાઇ  મોદીએ આ પહેલા ૧૭ માર્ચે રાજયોના સીએમ સાથે મીટિંગ કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કોરોનાના સતત વધતા મામલા પર ચિંતા વ્યકત કરી હતી. આ માટે પીએમે રાજય સરકારોને ત્વરિત તથા નિર્ણાયક એકશન લેવાનું કહ્યુ હતુ. ઉલ્લેખનયી છે કે સમગ્ર દુનિયામાં અમેરિકા અને બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે. 

આ પહેલા મંગળવારના દિવસે ૧.૧૫ લાખથી વધારે કોરોના સંક્રમણના નવા મામલાની પુષ્ટિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજયોમાં આ બાબત પર નાઈટ કર્યૂ અને લોકડાઉનનો સહારો લેવામાં આવી રહ્યો છે. મોટાભાગના કોરોનાના નવા મામલા મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્ત્।ર પ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં વધતા કોરોનાના કેસની વચ્ચે કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે આવનારા ૪ અઠવાડિયા ખૂબ જ મહત્વના છે. લોકોએ મહામારીની બીજી લહેરની સરખામણી કરવામાં સહયોગ આપવો જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું છે કે લાગી રહ્યું છે કે લોકોએ માસ્ક લગાવવા જેવી વાતને નકારી કાઢી છે.

(10:54 am IST)